________________
૯૩
પ્રથમ ઋષભે બે , સ્વપર શ્રેય પંથ આ; થઈ શક્યા મનુ જેથી, મર્યસમાજના પિતા. ૨ વ્યક્તિ, સમાજ, સંસ્થા ને સમષ્ટિ ચાર તત્વને, તાળા જે મેળવે ધર્મ, તે ધર્મ, વિશ્વધર્મ છે. ૩
નાભિરાજાનાં મહારાણું તે જ સુપ્રસિદ્ધ એવાં મેરુદેવી. તેઓની કુખે બાળક ન હોવાથી ઋત્વિજો દ્વારા નાભિરાજાએ વજન કરાવ્યું. ઋત્વિજ બનેલા ઋષિઓએ એવી તે એકાગ્રતાથી યજન કર્યું કે ખુદ વિષ્ણુ ભગવાને જાતે આવીને વચન આપ્યું : તમે મારા જેવા પુત્રની કામનાથી ભક્તિપૂર્વક વજન કરે છે. મરુદેવીજી એવાં તો વાત્સલયમયી ભકિતથી તરબોળ છે કે હું પિતે જ ત્યાં જન્મ લેવા ઇરછીશ. આવી ભકિતમય તરબળ માતાની કૂખ મને ગમે છે.” એ વયનોથી નાભિ પિતા અને મરુદેવી માતા તો ખુશ ખુશ થઈ ગયાં.
આમ સંન્યસ્તરૂપે ઊર્ધ્વરેતા-મુનિ ધર્મ પ્રગટ કરવા શુદ્ધ સ્વરૂપે ખુદ પ્રભુના અવતાર રૂપે ખુદ શ્રી ઋષભદેવજી મરુદેવીમાતાની કુખે જમ્યા.
નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પ્રિય પરીક્ષિત રાજન! તને કદાચ શંકા થઈ હશે અને થાય જ કે “ખુદ ભગવાન ઊઠીને એક માનવીય માતાની કુખે જન્મ લઈ શકે ખરા?” પરંતુ એમાં શંકા રાખવાનું કંઈ જ કારણ નથી. કારણ કે પોતે જ આખાયે જગતનું અધિષ્ઠાન છે તેણે માનવીય જીવનથી જ ૫માતા એવા મેક્ષનો માર્ગ સાફ કરવા માટે માનવીય માતાની કૂખે જન્મ લે અનિવાર્ય બની રહે તે દેખીતું છે. આ રીતે નાભિનંદનરૂપે પિતે મરુદેવી માતાની કુખે તેઓ વજ, અંકુશ વગેરે ચિહ્નોવાળા શરીર સાથે તથા સમતા, શાંતિ, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે ગુણવાળી