________________
૯૨
કાંઈક તેઓને સાઁભળાવતી હોય તેમ ઝીણું છતાં મીઠી વાણી— કલરવ તેમજ એ માટે સ્મિત સહિત જ્યારે એનું માં ઊધડતું ત્યારે મધપૂડામાંથી જાણે મધ ઝરતું હેાય તેવું મધુરું વ્યક્તિત્વ નજરે ચઢી જતું. પછી તે આસીકની આંખે પણ સહેજે ઊધડી ગઈ અને પછી તે એ યુવતીનાં ફરકતાં સૂક્ષ્મ વસ્ત્રામાં ડાકિયું કરતાં કરતાં ગુહ્યાંગા પણ નજરે ચઢી ગયાં. તેણીને વેણી વગેરે બધા જ શણુગાર આક્રોધને ખૂબ સહામણેા લાગવા માંડયો અને ધીરે ધીરે આસીધ્રના મનમાં કામવાસના જોર કરવા લાગી ગઈ. આમ તપની ક્રિયા એક બાજુ સરી ગઈ અને પેટ ભરીને એ લલતાંગી વિનતા ઉપર પૂરેપૂરી મીટ માંડીને એ જોવા લાગ્યા. એટલે પેાતે શરમાઈને નાસી જવા માગતી હેાય તેમ નાસવા લાગવા જાણે મંડી ગઈ. આ બધું જોઈ હવે આસીધી ન રહેવાયું. તેઓ મેાલી ઊંચા : ‘હું તા રક્ષણ આપનાર છું. મારાથી ડરવાની જરાય જરૂર નથી.” અને પછી તેા એક પછી એક એવાં વેણુ નીકળવા લાગ્યાં કે નયના ઢાળીને એકાગ્ર ચિત્તે તે અપ્સરા સાંભળી જ રહી. આગ્ની પણુ ઊભા થઈને નજીક આવવા લાગ્યા અને વાણીથી એ અપ્સરાને ધાયલ કરી નાખી. લલનાને વશીભૂત કરનારી વાણી આગ્નીવ્રતે સહજ સુલભ હતી અને તે અપ્સરા વાણી-વશીકરણને વશ થઈ ગઈ. પ્રસન્ન હૈયાં બન્નેનાં એક થયાં. અને ત્યાં ને ત્યાં ગાંધવ વિવાહ પણ થઈ ચૂકયો ! આ રીતે એક માનવી રાજા અને એક અપ્સરા રાણીથી નાભિ આદિ નવ પુત્રો જન્મી ચૂકયા.
ઋષભદેવચરિત્ર
હિંદે જન્મેલ જે શ્રીએ, જન્માવે ઋષભાઈિને; તે હિંદુ વિશ્વશાંતિને, શીઘ્ર લાવી ન શ્વે શકે ? ૧