________________
આગ્નીધ્રચરિત્ર
સંયમ–તપલક્ષી જ્યાં, માનવી, દૈવીયેગથી; જન્માવે ઘમ્ય સંતાને, એ જ આ ભૂમિ ભારતી. ૧ પ્રસવે કૃખ જેઓની, આકષી ખુદ ઈશને; પાકે એવી મહા સ્ત્રીઓ, ફક્ત ઘમિઠ ભારતે. ૨ મહર્ષિમુનિઓ કેરી, તેથી અહી પરંપરા વર્ષોથી ચાલી આવી છે એવી આ ભારતી ધરા. ૩
પિતા દેવવ્રત રાજ્ય પાટ વગેરે આગ્રોધ રાજકુમારને સોંપી પ્રયાણ કરી ગયા. આગ્નીધ્ર પ્રજાને પુત્ર ગણુને પૂરેપૂરું પાલન કર્યું. એક દિવસ લેક-પરલોકના વિચારમાં એમને થયુંઃ અપુત્રની ગતિ જ નથી તે શું કરવું ? એ વિચારમાં જ પુત્રવેણું જન્મી. તેથી તેઓ સપુરાની કામનાને કારણે મંદરાચળ પર્વતની એક ઘાટીના એકાંત
સ્થળમાં જઈ પ્રથમ તે બધાયે પ્રજાપતિના સ્વામી એવા બ્રહ્માજીની ઉપાસના કરવામાં તલ્લીન થયા. આ સ્થળ પણ એવું સુંદર, રસાળ અને રમણીય હતું કે સુરસુંદરીઓ ક્રીડા કરવા લલચાતી. બ્રહ્માની ઉપાસનાથી બ્રહ્માજીને પ્રેરણ થઈ, અને પરિણામે પોતાની સુરસભામાંથી એક પૂર્વચિતિ નામની અપ્સરાને પિતે જ આગ્નીધ્ર પાસે મોકલી આપી.
એ અસરાનું નૃત્ય અને ઝણઝણું ઊઠેલાં ઝાંઝરથી જરાક આંખ ઊઘડી ત્યાં તે અદ્દભુત લાવશ્યવાળી લલના જોવામાં આવી. એ અસરા ભમરીની માફક એક ફૂલ પાસે જતી હતી અને ત્યાં એની વિલાસપૂર્ણ ગતિ હતી. વળી થોડી થોડી વારે લજામય લે ચનથી તિરછી આંખે તે આગ્ની તરફ નિહાળતી હતી અને જાણે