________________
(એ ગૂઢતત્વની દષ્ટિએ તો) છેવટ લગી એ બ્રહ્મચારી જ રહ્યા ! આ જબૂદીપાદિ ભૂમંડળે અને સાત દ્વિપને ફરતા સાતેય સમુદ્રો છે. તે સમુદ્ર પૈકીને એક જ જંબુદ્વિપને ફરતે જ ખારે, બાકી બધા મીઠા અને અંતિમીઠા સમુદ્રો જ છે. તે તેના પ્રતાપે જ છે. તેઓના પુત્રો પૈકીના ત્રણે તે અવિવાહિત રહી અવિવાહિતપણે જ સંન્યાસ લીધે અને પહેલી પત્નીના બાકીના સાતને એકેક દિપ રાજતંત્ર માટે સે. પિતાની પ્રથમ પત્નીથી થયેલી પુત્રી ઉર્જ સ્વતીને ખુદ શુક્રાચાર્ય જોડે જ તેઓએ પરણાવી અને અગ્નિ જેવા પિતાના સાત પુત્રો સિવાય બીજી ભાર્યાથી થયેલા ત્રણ પુત્રો આવતા મન્વતરના અધિપતિરૂપે બની ગયા ! આ જાતના પ્રિયવ્રતરાજાના જીવન અને કર્તવ્યપાલનથી સ્પષ્ટ થાય છે કે તેઓ અતિકામી હતા, પરંતુ ઈશ્વરના અનુસંધાનને ક્ષણવાર પણ ચૂક્યા ન હતા !' એટલે જ કહી શકાય કે “સત્ય જેમના જીવનમાં આ બધું કરવા છતાં ઉત્કૃષ્ટપદ ભગવે છે, તેઓ જ કંઈ અતિકામીપણુનું વર્તન કરે છે, તે નિસર્ગ પ્રેરિત અને વાસનાક્ષય અથે જ હોય છે. આ બધા વર્તનમાં પણ એવી મહાવિભૂતિએ ઈશ્વરી દયા લેખવી જોઈએ. પરંતુ એમના જીવનમાં છેલ્લે નિરાશા જેવું જરૂર સ્પર્શી જાય છે અને ઈચ્છાઓ કે અનિચ્છાએ તેવી મહાવિભૂતિને માટે એ બધા ધૂળ ભેગેને તે ત્યાગ થવા પામે જ છે ! તે જ જગતની વૈરાગ્ય ધારા અખંડભાવ ટકેલી રહી શકે ને ! બીજી વાત એ કે વિલક્ષણ રૂપ આવા અતિરાગી-અતિવૈરાગી જીવન–ધારકના પ્રથમ પત્નીના પ્રથમ પુત્રનું જીવન પણ ભારે વિલક્ષણ છે ! જે પણ હું હવે તમને કહીશ.”
પરીક્ષિત રાજા એ પ્રિયવ્રતરાજના અગ્રગણ્ય પુત્ર આગ્નીધ્રનું જીવન સાંભળવા શુકદેવજી સામે અજબ ને અને એકાગ્ર સુણવા ઉત્સુક બની રહ્યા !