________________
છાયાની માફક રહે તેવી રૂપાળી અને કહ્યાગરી નારી. પરંતુ પ્રિયવ્રત રાજાને તેટલેથી સંતોષ ન થયું. શેને થાય ? ભેગ વસ્તુ જ એવી છે. પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સ્વ–પની ઉપરાંત બીજી સ્ત્રી સાથે પણ લગ્ન કરી નાખ્યું. એટલું જ નહીં તે બીજી સ્ત્રીથી પણ પુત્રો થઈ ચૂક્યા. એટલે લાગે છે એવું કે કાંતે મૂળે જ પાયા વગરની ભક્તિ હશે, પણ આમ માનવાથી પણ ઊંડે ઊંડે એમ પણ લાગ્યા કરે છે કે પ્રિયવ્રત રાજાજીને કદાચ અન્યાય થઈ જતો હશે અને જે એમની ભક્તિને પાયાવાળી માનીએ છીએ તે આવી આસક્તિ પ્રિયવ્રતરાજામાં સંભવે જ નહીં એમ પણ લાગે છે. તે આનું સમાધાન કેવી રીતે કરવું ?”...શુકદેવજી બોલ્યા: “તમારે પ્રશ્ન ખરેખર ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે તે તમે કહે છે, એવું જ બને. પરંતુ પરીક્ષિતજી ! એક સાવ અનોખી અને બીજી પણ વાત છે અને તે ખૂબ યાદ રાખવા જેવી છે કે જ્યારે ઉત્તમ સંતાને જગતને અનિવાર્ય–જરૂરી બને છે ત્યારે યોગભ્રષ્ટ અને પરમ વીર આત્મા અને ખાનદાન એવા સત્યપ્રિય દેહધારીની જ પસંદગી કરવી પડે છે. મનુ મહારાજના આ પ્રિયવ્રત પુત્ર પાસે ખુદ બ્રહ્માજીએ આવીને તે અર્થે માગણી કરવી પડી હતી. અને ત્યારે જ પ્રિયવ્રત રાજાએ પણ તે માગણું નમ્રભાવે તરત સ્વીકારી લીધી હતી ! જો આને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ માપીએ, તો કેટલે મોટો આ ત્યાગ ગણાય ! જેમ ખુદ બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને વિનવા આવ્યા, તેમ બી જે પણ એમના જીવનમાં પરમ વીરતાને અજબ નમુને છે. એક વખત ખુદ સૂર્ય સામે પ્રિયવ્રત રાજાએ હેડ કરી અને પિતે જાણે બીજા સર્ય હેય ! એવું આચરણ કરીને બતાવી દીધું ! રાત દેખાઈ જ નહીં, મતલબ સૂર્યને પણ પોતાની આગળ નમાવી દીધા ! આટલી મહાન શક્તિ બ્રહ્મચારીમાં જ સંભવી શકે ! આ અર્થમાં તે તેઓ બબ્બે પત્નીઓ અને ચૌદ ચૌદ સંતાન પેદા કરવા છતાં