________________
૮૭
અંતઃકરણની શુદ્ધિ સાથે સત્સમાગમ પ્રભુપ્રાપ્તિમાં ખૂબ મદદગાર બની જાય છે. પ્રભુને સાચો પ્યાર અથવા પરમાત્મપદની ઓળખાણ તે ભગવાન કે છેવટે સંતામાં સર્વથા સમર્પણથી જ થઈ શકે. નિસ્પૃહી ત્યાગીની સંપૂર્ણ સમર્પણુતા ભગવાનને સહેજે સહેજે આકષી આણે છે. બાકી એક બાજુ સાધુજનોની અવહેલના કરે અને બીજી બાજુ ભગવાનને પામવાને પ્રયત્ન કરે છે, તેવા દુબુદ્ધિઓને ભગવાન પ્રાપ્ત થઈ શકતા જ નથી. ભગવાન તે ભાવનાને ભૂખ્યા છે ! સાચા સાધક-સાધિકા એવા પ્રભુને ક્ષણવાર પણ કેમ વિસરી શકે ? ”
મૈત્રેયજી કહેઃ “વિદુરજી ! આ રીતે નારદઋષિએ અનેક વાતે કરી. ધ્રુવજી વગેરેનાં જીવનવૃત્તાંતો પણ સંભળાવ્યાં. પ્રચેતાગણને હૈયે તે બધાં વસી ગયાં. અને તે સૌએ વિધિપૂર્વક આરાધના કરી. ભગવાનપ્રાપ્તિ પણ કરી લીધી. મેં આજે તમને સંભળાવ્યું, તેનું નામ જ મૂળે તે પ્રભુકથા છે.” શુકદેવજી કહે છે: “ઉત્તાનપાદના વંશનું વર્ણન આને કહી શકાય. હવે પ્રિયવ્રતનું પણ વર્ણન આગળ જતાં આવશે.” આટલું મોય પ્રવચન સાંભળીને વિદુરજી એકાએક બેલી ઊઠયાઃ “આપે કરુણા કરીને મને અને મારા નિમિત્તે સૌને આધ્યાત્મિક જ્ઞાન આપી દીધું. આ પછી વિદુરજી મેયજીની આજ્ઞા લઈને બંધુજનની મુલાકાત કરવા માટે હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા. આ જીવનચરિત્ર સાંભળશે, તે બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારનાં સુખ જરૂર પામશે.