________________
મિત્રેયે કહ્યું: “વિદુરજી ! ઘણું ઘણાં વર્ષો ગૃહસ્થાશ્રમ ભોગવતાં ભોગવતાં વીતી ગયાં. ત્યારે એક દિવસ પ્રચેતાગણને એકાએક ભગવાનનાં “અપ્રમત્તતાસૂચક વચને યાદ આવી ગયાં અને તેઓ પિતાની પત્ની મારિષાને પોતાના (પુખ્ત વયના) સંતાનને સેવાર્થે સોંપીને પશ્ચિમ સમુદ્ર તટ પર જાજલિમુનિને આશ્રમ પહોંચી ગયા. અને ત્યાં રહી ખૂબ ખૂબ અધ્યયન, ચિંતન અને નિદિધ્યાસન કર્યું, એવામાં તક જોઈને નારદજી ત્યાં આવી પૂગ્યા. તરત તેમનું આ પ્રચેતાગણે કાળજીપૂર્વક આદર સન્માન કર્યું અને આધ્યાત્મિકજ્ઞાન મેળવવા માટે તેઓને ઉપદેશ આપવા વિનવણી કરી. હરિચરણમાં ચિત્ત જેડી નારદઋષ બેલ્યાઃ “પ્રાણીમાત્રમાં માનવજન્મ જ સર્વોચ્ચ જન્મ છે. અને માનવજન્મમાં પણ લયધારી સાધક-સાધિકા જ સર્વોચ્ચ છે. એ લજ્ય બીજું કશું નહીં, પણ એક માત્ર આત્મા. પરમમાં પરમ કલ્યાણની પરાકાષ્ટા પણ એક માત્ર આત્મા જ છે. વળી જેમ ભેજન દ્વારા પ્રાણેને તૃપ્ત કરવાથી આપોઆપ બધી ઇંદ્રિયોને તાજગી મળી જાય છે; ઝાડનાં મૂળિયાંને પાણું પાવાથી આખાય ઝાડને દરેક ભાગને પોષણ મળી જાય છે તેમ એક માત્ર પરમાત્માની આરાધના કરવાથી આમાની આરાધના આપોઆપ થઈ જાય છે. કારણ કે જડ-ચેતન અથવા જીવન અને જગત બંનેના મહાનિયમની સાચી ઓળખાણુ પરમાત્માની આરાધના વિના થઈ શકતી નથી. એક આત્માને જાણે એ આખા જગતને જાણી શકે છે. પણ સાથોસાથ જગતને જાણ્યા વિના એક આત્માને જાણી શકાતો નથી, એ વાત પણ તેટલી જ સાચી છે. જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશ એ બે એક ભિન્ન છે જ નહીં, તેમ જીવન અને જગત પણ છેક ભિન્ન છે જ નહીં. જે પરિસ્થિતિ આવે, તે પરિરિથતિમાં જે મનનું સમાધાન મેળવી સપુરુષાર્થ અવિરત ચાલુ રાખી શકશે, તે જરૂર પરમાત્મપદ મેળવવું ઘણું સહેલું થઈ પડશે. બીજો કોઈ પણ સાધને કરતાં સત્સંગનું સાધન સર્વોચ ગણાય.