________________
મૂંઝવણ નિરર્થક કરે છે. કારણ કે જેમ સ્થૂળ શરીર છે તેવું જ સૂમ શરીર પણ છે. જેને વૈદિક પરિભાષામાં લિંગશરીર' કહેવામાં આવે છે. એ લિગ શરીર સાથે જ મળે અહંતા તથા મમતા જોડાયેલ છે. એ જ મુખ્ય કારણે સ્થૂળ શરીર સર્જાય છે અને જ્યાં લગી મેહ-અજ્ઞાન, રાગ-દ્વેષ કે અહંતા–મમતા હશે ત્યાં લગી પુનજેને મટવાના નથી. અને જન્મદુઃખ, જરા દુઃખ, રગદુઃખ, મરણદુઃખ એ બધાં દુઃખે સુદ્ધાં મટવાના નથી. યજ્ઞયાગાદિ પણ જ્યાં લગી આ ઊંડાણનાં મૂળિયાંને ન અડે, ત્યાં લગી એ રાગ–ષનાં મળિયાં તે સાબૂત જ રહેવાનાં. એવાં ઉપલક શુભ કથિી બહુ બહુ સ્વર્ગ મળે પણ મોક્ષ માટે તે રાગદ્વેષનાં મૂળ પર જ પ્રહાર થઈને અને અંકુર સહિત તેનું ઉન્મેલન કરીને જ જપી શકાય. આથી જ પ્રાચીનબહિ રાજવી ! તું માત્ર સ્થૂળ કર્મકડેમાં રાચવાનું છોડી દે.' આ સાંભળી રાજવી પોતાના પુત્રોને રાજગાદી સેંપીને ત્યાગ–તપને આચરવા અને શાંતિથી ઊંડું મનનનિદિધ્યાસન કરવા કપિલાશ્રમમાં પહોંચી ગયા. “નિષ્પા૫ વિદુરજી ! પ્રાચીનહિં રાજ તથા નારદજીના આ પ્રેરક સમાગમમાંથી જે સાધક-સાધિકાઓ પ્રેરણા મેળવી આચરણને પંથે જશે, તેઓ પણ ગૃહસ્થાશ્રમી પુરંજનનું રૂપક અને આ તત્ત્વજ્ઞાન સાંભળી અને ત્યાગ– તપમાં દઢ થઈ મેક્ષનાં અનંતાનંત સુખ અવશ્ય પામશે.” હવે ફરી પાછી વિદુરજીએ પેલી પ્રચેતાગણ સાથેની અધૂરી મૂકેલી વાત પકડી લઈને તેઓ મૈોય ઋષિને પૂછે છે: “ોયજી ! પ્રચેતાગણ વિષે ફરીથી મને જરા વિગતથી કહે !” મૈત્રેય મુનિ બોલ્યા : “રુદ્રજી દ્વારા એ પિતૃભક્ત વિનયી પ્રચેતાગણ પાસે પ્રત્યક્ષ હરિ ગરુડ પર ચઢીને ત્યાં વેગપૂર્વક આવી પહોંચ્યા. અને બોલ્યા: “તમે વિનીત અને ભક્ત છે. પરંતુ હજુ વાસનાના અને સુમધૂળ બને પ્રકારના અંશે તમારા સૌમાં છે, એટલે તમે એક સુકન્યાને પરણી લો. તમે સૌ એક જ સ્વભાવના હેઈ સ્થૂળ શરીર જુદા જુદા ભલે