________________
८२
બીજી એક ધર્મપત્ની નભસ્વતી હતી. તેની કુખે હવિન નામને પુત્ર થયેલ. રાજ્ય ઉપર હોવા છતાં એમની શ્રદ્ધા દંડશક્તિ પર ન હતી, માનવીય અહિંસા પર હતી. એથી જ એમણે રાજ્યાધિકાર પુત્રોને હવાલે સોંપી પોતે યજ્ઞકાર્યમાં ખૂંપી ગયા. પરંતુ એમનુ થાકાર્ય, સક્રિય આધ્યાત્મિક્તા સાથે જ સંકળાયેલું હતું. વિદુરજી ! હવિર્ધાનના છ પુત્રો પૈકી મહાભાગ બહિષદ યજ્ઞકુશળ અને યોગકુશળ નીવડેલા. એમને પ્રજાપતિનું પદ મળી ગયું હતું. યજ્ઞાદિને કારણે તેઓ પ્રાચીનબહિ નામથી પણ વિખ્યાત થઈ ચૂક્યા. બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની કન્યા શતકૃતિથી તેમનું લગ્ન થયેલું. અગ્નિ પણ મોહિત થાય, તેવું એ શતક્રુતિનું રૂપ હતું. તેની કુખે પ્રચેતા નામના દશ પુત્રો થયા. જેઓ પ્રચેતાગણ તરીકે ઓળખાયા. તે બધા ધર્મસ પરષો થયા. લગ્નને બદલે તેઓએ ભર યુવાનીમાં સમુદ્ર-પ્રવેશ કર્યો. તપ કરી કરીને હરિની આરાધના કરી. હરિ-આરાધનાની તપસ્યા કરતાં પહેલાં શ્રી શિવજી(મહાદેવજી)એ કહેલું: “હું આપ સૌને જે સ્તોત્ર આપું છું. તેને શ્રદ્ધાપૂર્વક આપ સૌ જાપ કરજે. ટૂંકમાં તાયુક્ત આ જાપથી બધી જ મંગલ કામના પૂર્ણ થઈ જાય છે.' આ પ્રચેતા ગણેએ ભગવાન શંકરની પણ ભાવથી પૂજા કરી. દર્શન આપી ભગવાન શંકર વિદાય થયા. આ દિવસોમાં પ્રાચીનબહિષ રાજને યજ્ઞો બહુ જ ગમતા. જે માનવી વારંવાર જેમાં મન ચટાડે છે, તેને તે ગમી જાય છે અને બીજુ કશું વિચારવા પણુ મન ભાગ્યે જ તૈયાર થાય છે. પરંતુ નારદજીને લાગ્યું કે રાજા ખૂબ ગુણિયલ છે. એટલે તેઓએ જાતે તેમની પાસે જઈને આધ્યાત્મિક માર્ગ બતાવી દીધા. આધ્યાત્મિક અનુસંધાન વિનાના બધા કર્મકાંડે નિરઈક છે, એટલું જ નહીં બલકે બંધનકર પણ છે જ, એમ કહી પુરંજન રાજાનું ઉદાહરણ પણ એમની આગળ રજુ કરી દીધું, “જે એક નારીમાં કાગ્રસ્ત થયો, તે અનેક પ્રકારનાં એણે પાપે, હિંસા અને જૂઠ પ્રપંચથી કર્યો એટલું જ નહીં પણ કામપ્રસ્ત દશાને