________________
જશે.” આટલું બોલતા બોલતા ભગવાન ચાલી નીકળ્યા. અને પોતાના સ્થાનમાં પહોંચી ગયા. વિદુરજી પૂછે છે : રાયજી ! આટલું બધું થવા છતાં ધ્રુવજી કેમ સંતોષ ન પામ્યા ?” મોયજીએ કહ્યું, “ધ્રુવને થયું ભગવાન ખુદ મારી પાસે ચાલી–ચલાવીને આવ્યા, છતાં હું કેમ એમને પારખી ન શક્ય ! હવે ધ્રુવ વતનમાં પાછો આવ્યા. ધ્રુવ આવે છે એટલા ખબર મળતાં ઉત્તાનપાદ રાજના હૈયામાં ટાઢક વળી. તેઓ હર્ષ ઘેલા થઈ સેનાને ઘેડ બનાવી વાજતે ગાજતે સ્વાગત કરવા દોડી ગયા. માતા સુનીતિના આનંદને પાર ન રહ્યો. સુરુચિએ પસ્તાવા સાથે અંતરથી ધ્રુવનું સ્વાગત કર્યું. ઉત્તમ-ધ્રુવ બાંધવ-જેડી રૂપે હાથણી પર બેસી રાજનગરીમાં રોમેર ફર્યા. પ્રજા રાજી રાજી થઈ ગઈ. નારદજીની વાતને યાદ કરી રાજા ઉત્તાનપાદે ધ્રુવને જ રાજગાદી સપી પોતે વન–પ્રયાણ કર્યું. ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્ય ધર્મ જ પ્રધાનપદ ભોગવે છે ને !”
ધર્મમય ધ્રુવનીતિ બાલ ભક્તિને સાધી, ગૃહિવે ભાગ ભગવ્યા; એ રીતે વાસના જીતી, ધ્રુવ ધ્રુવપદે ઠર્યા. ૧ આવું જાણું મુમુક્ષુ જે, ધ્રુવ જીવન આચરે; તેય ધ્રુવ-ગતિ પામી, નિશ્ચ મોક્ષપદે કરે. ૨ જેને ભક્તિ ખરી જાગી, પેખે સર્વત્ર તે હરિ, પિતામાં સર્વ પ્રાણમાં, જાણે અદ્વૈતતા ભરી. ૩
“ઉત્તાનપાદ રાજ તે ધ્રુવને સુગ્ય જાણી ગાદી સોંપી વનમાં સાધનાથે ચાલ્યા ગયા. ત્યારબાદ પ્રજાપતિ શિશુમારની પુત્રી “શ્રી”