________________
૭૦
સુધી કઈ છોકરો જોયો નથી ! કેવી તન્મયતા અને કેટલો બધે ઉત્સાહ ! એ પરથી લાગે કે “ગભ્રષ્ટ સાધક થઈને હવે વેગ પૂર્ણ કરવા અહીં તે આવી લાગે છે” એની સાવકી માતા આવાં વેણ ન બેલી હોત તો એની ભક્તિને વેગ શે મળત? આપ કે એની માતા સુનીતિ તથા સાવકી માતા સુરુચિ કશી ચિન્તા ન કરશો. એ બાળક ભક્તના રખેવાળ ભગવાન સ્વયં છે. મને તો લાગે છે કે એને નિમિત્તે તમારે યશ પણ ચોમેર ફેલાઈ જશે.” આવાં નારદવયનેએ ઉત્તાનપાદ રાજાને આશ્વાસન જરૂર મળ્યું, પણ ચિન્તા મટી નહીં. ઊલટી બેવડી ચિન્તા થઈ. “શું કરતો હશે અને ક્યારે આવશે ?' માનવમનની કેવી વિચિત્રતા છે ! ગુસ્સો પણ કરાવે છે અને પાછું પસ્તાવો પણ કરાવે છે! અહીં મધુવનમાં પહેાંચી ધ્રુવે નિરાંતે યમુનાસ્નાન કર્યું અને પછી એકાગ્ર ચિત કરી ભગવાનને ઉપાસવા બેસી ગયો. ફલ, પાંદડાં ખાતો સાધનામાં આગળ વધો. જળ તથા વાયુ પીને દિવસો ગુજાર્યા. ઘડીભર તે એવા ધ્રુવની વિશ્વાત્મય સાધનાને કારણે પ્રાણિમાત્રના શ્વાસ જાણે રોકાઈ ગયા ! આખી પૃથ્વી જાણે મૂકી પડી! આવું કુદરતી થાય ત્યારે દેવોને પસ્તાવો થાય જ. કારણ કે રખે અમારું કાંઈક ખૂટવાઈ જાય ! ભગવાને દેવને શાંત કર્યા અને ગરુડે ચઢી પ્રભુ જાતે પધાર્યા. વેદમય શંખ ધ્રુવ ગળે અડાડયો અને તરત વેદમયી દિવ્યવાણી એ બાળકમાંથી ઝરવા લાગી ગઈ. પછી તે સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરવા માંડી. ભગવાનને શ્રીમુખેથી કેવા પ્રેરક શબદો નીકળ્યા : “તપસ્વી રાજકુમાર ! ધન્ય છે, તને, જ્યાં કેઇન નિવાસ ન થયો, ન થશે તેવું સ્થાન તને આપું છું. જે વત્સ! ધર્મ, અગ્નિ, કશ્યપ, સપ્તર્ષિ સહિત નક્ષત્રો તને પ્રદક્ષિણા કરશે. આ થઈ પરલેકની વાત આ લેકમાં પણ તારા પિતા વનમાં વાનપ્રસ્થ જીવન જીવવા જશે અને તને જ રાજ્ય સુપ્રત કરશે. તારા સાવકે ભાઈ ઉત્તમ શિકાર+ાં મોત વહારશે. અને તારી સાવકી માતા સુરુચિ અગ્નિમાં પેસી