________________
૬૮ દૂર નીકળી આવ્યો. જ્યારે મને ખોળો ખૂંદવાની ઈચ્છા હોય, ત્યારે એ બળે છેડી ભગવાનને ખેળે બેસવા આવ્યું, તે તારી અદ્દભુત બલિદાનવૃત્તિ તે સૂચવે જ છે, પરંતુ અભિમાન હોય તો ? જે બલિદાન પાછળ મિથ્યાભિમાન પડયું હોય, તે બલિદાનનું કઈ ખાસ મૂલ્ય નથી.” ધ્રુવ ફરીથી નારદમુનિની ચરણરજ લઈ બોદો : “મહામૂનિ ! મારા કરતાં તે આપ જ મને વધુ સમજી શકે. કહું “મને અભિમાન નથી !' તે એ તો ડંફાશ કહેવાય. હું કંઈ સમજુ નહીં. આપ જ મને સાચો અને સરળ રસ્તે બતાવો. બાકી હવે હું ભગવાનની ચરણરજ લઈ પૂર્ણ રીતે પાવન થયા સિવાય પાછે મારે ઘરે જવાને નથી, એટલું નિશ્ચિત.” ધ્રુવનાં આ વચામાં નિખાલસતા, નમ્રતા છતાં અડગ વલણ સ્પષ્ટ તરી આવતું હતું, જેથી નારદજી ખુશ ખુશ થઈ ગયા અને બોલ્યા : “બેટા ! ચિંતા ન કર. તારી ચે.ગ્યતાની મને હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. સુનીતિમાતાએ પોતાના લાડલા દીકરાને આશીર્વાદ સાથે રજા આપી દીધી તે તારી યોગ્યતા માટેનું નાનું-સૂનું પ્રમાણપત્ર ન ગણાય !” તરત ફરી એક વાર ધ્રુવને પોતાના ચરણ ઉપર ઢળી પડેલે જોઈ ઋષિજી ગદ્દગદિત થઈ ગયા અને માથા પર હાથ ફેરવતાં કહ્યું : “બેટા ધ્રુવ ! તું યમુના તીર પરના મધુવનમાં પહોંચી જા. ત્યાં શ્રીહરિને કાયમી નિવાસ રહેલ ગણાય છે. તેમનું એક નામ ભગવાન વાસુદેવ પણ છે જ. ત્યાં ત્રણ વખત રોજ નહાઈ ધોઈને નિત્યક્રમથી પરવારી આસન પર બેસી “ નમો ભગવતે વાસુદેવાય” પર સ્થિર ભાવ રાખી યથાર્થ પ્રાણાયામ ઠીક ઠીક કરતો રહેજે. કારણ કે ભગવાનમય થવા માટે શુદ્ધ પ્રાણ, શુદ્ધ મન અને ઇન્દ્રિય સંયમની ખાસ જરૂર પડતી હોય છે. પોતાના પરમ ગુરુ તરીકે હૃદયમાં વિરાજમાન આત્માને જ પરમાત્મારૂપ ગણું એમાં એકાગ્ર થવાની જરૂર છે.” ધ્રુવ પણ હવે રાજી રાજી થઈ બોલ્યો : “અપ જ ખુદ બ્રહ્માના ઔરસપુત્ર છે. બસ હવે આપની કૃપા થઈ એટલે