________________
નારદ-કૃપા નાનું બચ્ચું છતાં મત્ય, સિંહસમ બને કદી તે રીતે આ લઘુ ધ્રુવ સૌ ભક્તોને જો વટી. ૧ મટાડી રોગ દે સ્વાચ્ય, જે રીતે કટુ ઔષધિ, કુનિમિત્ત તેને દોરે, મીઠી સુસાધના પ્રતિ. ૨
અતિશય હાર્દિક ભાવથી વંદન કરતા એવા બાલક ધ્રુવને ઉદ્દેશીને નારદ ઋષિ બોલ્યા : “બેટા ! તને તારી સાવકી માતા સુરુચિનાં વચનબાણોએ ઘાયલ કરી નાખે છે, તેથી તું એકલો અટૂલે ચાલી નીકળ્યો અને ઠેઠ આવા ગાઢ જંગલમાં આવી પૂગ્યો છે ! પરંતુ મારે તને કહેવું જોઈએ કે હજુ તારી ઉંમર એગ કે તપ માટે ઘણું નાની ગણાય. તારે તે ખાવું પીવું ને ખેલવું-કૂદવું જોઈએ. જે માર્ગ તું પકડવા માટે આટલે દૂર પગે ચાલી આવ્યો, તે માર્ગમાં મોટા મોટા મુનિવર અને મોટા મોટા યોગીઓ પણ થાકીને પાછા ફરી ગયા છે; તે તારે તારા બાપુજીનાં લાડ ભેગવવા પાછા ફરી જવું જોઈએ. પુખ્તવય થાય ત્યારે જે ઈરછા જન્મે તે જરૂર પાછે આ માગે આવજે. બાકી અત્યારે તારું કામ નથી. તારું ગજું પણ શું ?” એમ સ્મિત કરતા જ્યારે નારદમુનિ બેલ્યા ત્યારે ધ્રુવ બેલી ઊડયો : “મહામુનિ ! આપ તો મારા જેવા નાના બાળકને પ્રોત્સાહન આપવાને બદલે બીજી જ વાત કરવા લાગી ગયા ! સાંભળે ત્યારે. હું ભલે ઉંમરે નાનો બાળ રહ્યો, પણ ક્ષત્રિય બાળ છું. સાચે ક્ષત્રિય બચ્ચે કદી સંપત્તિ, સગાં કે પ્રાણની પરવા કરતો હતો નથી.' નારદે કહ્યું: વત્સ ! તારી વાત સાચી છે પણ જેમ ક્ષત્રિય બચ્યામાં બલિદાન-ભાવના હોય છે, તેમ રજેગુણની માત્રા પણ સવિશેષ હોઈ શકે છે. તું આ ઉંમરે આટલો