________________
શ્વાસ ભરતે પિતાની માના પાલવડામાં મેં નાખી હીબકે હીબકે તે ખૂબખૂબ રડવા લાગી ગયો. સુનીતિ માતા પિતાના કીંમતી પાલવથી આંસુ લૂછતી અને તેય પિતે દુઃખદ આંસુ સારતી, એ બાળકની વાત સાંભળવા લાગી. બાપડો બાળક તે શું કહી શકે ? કહે તોયે કેટલું કહી શકે ? પણ જે લેકાએ આ દુઃખદ દશ્ય જોયેલું, તેમની પાસેથી સાંભળી તે બોલી ઊઠી : “બેટા ! પહેલાં તું રડવાનું સાવ બંધ કરી દે. મારા દીકરા ! તારાં આંસુડાં જોઈ મારું લોહી સુકાઈ જાય છે! મારા બેટા ! તારાં કમનશીબ છે કે તું મારી કૂખે જ ! હું તો રાજાજીને દાસી જેટલીય વહાલી નથી. માટે હવે તું એક વાર સકલ-દુઃખ-નિવારક ભગવાનને સમપિત થઈ જા. તેઓ જ તારું સ્વમાન સાચવી-સચવાવી શકશે. હવે મારું ગજુ નથી. હું માત્ર તે પરમ કૃપાળુ પ્રત્યેની તારી પ્રાર્થનામાં તો જરૂર શામેલ થઈ શકીશ. પિતાના નાનેરા વહાલસોયા પુત્રને હાથે કરીને કઈ કઠેર મા તપને માગે ધકેલવા રાજી હાય !” માના આ શબ્દ શબ્દ હૈયું રેડાતું હતું. પુત્ર માની પ્રેમભરી વિદાય લેતાં કહ્યું : “બા ! ભલે હું ના રહ્યો, પણુ મને ખ્યાલ આવી ગયો છે કે ભગવાન જ મને બોલાવે છે. તું મારી જરીકે હવે ચિંતા ન કરીશ, માત્ર આશીર્વાદ આપતી રહેજે. તારા આશીર્વાદ વિના એકલી મારી તપસ્યા ફળ નહીં આપી શકે.” પુત્રને માએ કઠણ હૈયે આંસુ પાડયા વિના આશિષ આપી દીધીઃ
બેટા! પૂર્ણ સફળતા પામજે.” અને બાળક ધ્રુવમાં સમગ્ર વિશ્વની હિમ્મત જાણે એકઠી થઈને આવી ગઈ ! ! ! તે જંગલમાં ઊંડે ઊંડે જઈ બેસી ગયો. ત્યાં તે નારદજી ઝબક્યા. તરત ધ્રુવ એમને ચરણમાં લેટી પડયો.