________________
તેમના જ આશીર્વાદ પામી શકશે. ફરીથી તેમની હાજરીમાં યજ્ઞ પણ થશે અને દક્ષ પ્રજાપતિનું ધડમાથું સંધાઈ જશે. જેમનાં જેમનાં અંગોપાંગે ઘવાયાં છે તેમને તેમને તથા મરેલાં સૌને પુનઃ સંજીવની મળશે. હું તે તમારા વતી બરાબર તેઓની ક્ષમા માગીને માફી અપાવીશ, કિન્તુ તમારે સૌએ એટલું તો સમજવું જ જોઈશે, કે તેઓ જ આપણું સૌમાં “મહાદેવ” છે. તેઓ જેમ સકારણ મહારોષ દર્શાવી શકે છે, તેમ કારણ દૂર થતાં મહાશિષ પણ વર્ષાવી શકે છે.” તરત સૌએ કબૂલ કર્યું. બ્રહ્માજીએ મહાદેવને રીઝવ્યા અને સૌએ આશિષ મેળવી લીધી. એટલું જ નહીં બલકે ખુદ ભગવાન વેશ્વર પણ પ્રગટ થયા અને સમજાવ્યું કે, “એક અર્થમાં તે હું પિતે જ બ્રહ્મા અને હું પતે જ શંકર છું.” ત્યારબાદ સતીને પુનરાવતાર હિમાલયમાં થયે અને મુનિ નારદજીના નિમિત્તે તપ દ્વારા ફરી પાછા તેમની સાથે શંકરને સુગ પણ થઈ ગયે, આમ દક્ષતા તરીકે હતાં ત્યારે પોતાનાં ગુરુ પત્ની (સીતા)ને વેષ ધર્યો હતો ત્યારે જેમને ભગવાન શિવે ત્યાગ કર્યો હતે, તેઓ જ નવાવતારે જળ્યાં, એટલે એ (મહાન પતિવ્રતા મહાસતી)ને હાંસપૂર્વક શિવજીએ સ્વીકાર પણ કર્યો. આવું શિવપાર્વતીનું જોડું અદ્વિતીય અને અખંડિત છે. તેથી વિષ્ણુ-લક્ષ્મી, સીતારામ તથા રાધાકૃષ્ણની જેમ પાર્વતી-પરમેશ્વર તરીકે શાશ્વત આદરને પાત્ર પણ છે જ, વિરજી ! આ ચરિત્ર બૃહસ્પતિશિષ્ય ઉદ્ધવજી પાસેથી સીધેસીધું મેં સાંભળ્યું છે. આથી જે જિજ્ઞાસુ માણસ સાચી ભક્તિથી હમેશાં એનું શ્રવણ-કીર્તન કરશે, તેની સંસારવાસના જરૂર નષ્ટ થશે.”