________________
૫૯
રોકયા પણ ક્રોધાતુર વદને તેઓ બેલી ઊઠયા : “પિતાજી ! આપ વડીલને મારે શું કહેવું ? ભલા ! આ જગતના દેવોમાં શંકરથી મોટો કાઈ દેવ છે ખરો ? જે નથી જ તે તેમનો યજ્ઞભાગ નહીં* કાઢયા પાછળ કયું કારણ છે ? શંકર જ સર્વ પ્રાણુઓના પ્રિય આત્મારૂપ છે, તેઓ પ્રબળ સમભાવી છે. એમને મન આ જગતભરમાં કોઈ નથી વહાલું કે નથી કોઈ દવલું ! જગતમાં આપ સિવાય એવું કઈ જ નહીં હોય કે જે ભેળાશંકરને વિરોધ કરે ! આપ જેવા નગુણ લેકે તો ગુણેમાં પણ દોષ જુઓ છો ! સજજન લેકે એમ નથી જોતા, તેઓ ગુણને ગુણ તરીકે અને દોષને જ દેષ તરીકે જુએ છે. એના કરતાં વળી સંતજને તે કેવળ ગુણો પર જ નજર નાખે છે. દોષો ઉપર તેઓની નજરે જતી નથી. મહાસંતો તો વળી દેષો જોવાની વાતને તે દૂર રાખે જ છે; સાથે સાથ બીજાના નાનકડા ગુણને પણ મેટામાં મેટું મહત્વ આપી દે છે, આ સજજને, સંતો અને મહાસં તેની વાત તે દૂર રહી ! પણ તમોએ તે મહાપુરુષ ઉપર પણ દેવા રોપણુ જ કર્યું છે. જે દુષ્ટ માનવી આ જડ શરીરને જ આત્મા માને છે, તે માનવી સદેવ ઈર્ષ્યાગ્નિથી બળતે રહી મહાપુરુષોની નિન્દા કરે તો તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આવા માનવીનો નિત્ય-સ્વભાવ માની આવી પિતાની નિદાને મહાપુરુષો તે મન પર જ ન લે, તે સાવ સ્વાભાવિક જ છે. પણ મહાપુરુષેની ચરણલિ આવા માનવીના અપરાધે જરાપણ સહન કરતી નથી ! અને એવા મહાનિદક માનવીનું તેજ હરી લે છે. મને દુઃખદ આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે, જેમની આજ્ઞા જગતમાં પ્રાણીમાત્ર ઉઠાવે છે, તેમને જ આપ ષ કરે છે. આપ નરકુંડમાળા, ચિતાની ભસ્મ અને હાડકાં તથા વિખરાયેલી જટારૂપી બાહ્ય વેશથી શિવને અશિવ ગણે છે. પરંતુ જગતભરના દે, જેમણે પિતા ઉપર ઓઢી લીધા છે, તે પુરુષનું અશિવ પણ શિવ બને છે, તે મૂળ વાત આપ કેમ ભૂલી જાઓ છે આથી જ માનવે