________________
૫૭
દડી ત્યાં જવામાં હડહડતું અપમાન કદાચ થઈ જશે ! આપનું અપમાન તો આપ સહી શકશે, પણ મારું અપમાન આપ નહીં સડી શકે. અને તેમ થતાં આપ મારી ચિંતા (નાહક) ઉમેરી દેશે. એનું શું ?' મૈત્રેયજી બોલ્યાઃ આટલું બોલ્યા પછી શિવજી ચૂપ થઈ ગયી. પણ એમણે એ જોઈ લીધું કે હવે મારે લીધે જે સતી પિતાને મહિયર નહીં જઈ શકે, તો એમને ઊંડું દુઃખ થવા. અને પરાધીન પણું પણ લાગવા સંભવ થશે. ભગવાન શંકરની ચુપકીદીએ સતીને મહિયર જવામાં અનાયાસે મદદ કરી નાખી. કશી બીજી તૈયારી કર્યા વગર કે વિધિસર આજ્ઞા માગ્યા વગર ચુપકીદીમાં જ આજ્ઞા જોઈ, તેઓએ મહિયર ભણી ચાલવા માંડયું. તરત જ શિવગણુના વળાવિયાઓ અને બીજાઓ તેમની પાછળ પહોંચ્યા. મેના પંખી, દંડો, દર્પણ, કમલ વગેરે ખેલની સામગ્રી, સફેદછત્ર, ચામર અને માળ આદિ શિવજીનાં રાજચિહ્નો અને શંખ, દુંદુભિ વાંસળી વગેરે દ્વારા ગાતા–બજાવતા તથા પિઠિયા પર સતીજીને ગૌરવભેર લઈ જતા તેઓ સાથોસાથ થઈ ગયા. આ સામૈયું દક્ષરાજની યજ્ઞશાળામાં તે પહોંચ્યું પણ ત્યાં ન કેઈએ સતીનું સન્માન કર્યું કે ન કેઈએ પ્રબળ ઈચ્છા છતાં રખે દક્ષને માઠું લાગશે, એ ભયે સતી સામે જોયું ! આ હળાહળ અપમાનની ઘણી ઊંડી ચેટ દસૂતાને પહેાંચી તે ખરી જ, પણ તે જાણવા દીધા વગર પિતાને નમસ્કાર કરી પોતાની માતા જે મંડપમાં બેઠેલાં તે તરફ વળ્યાં. પણ તે પહેલાં તે માતાજીએ જાતે સામે પગલે જઈ સતીને સુખદ અલિગન આપી, છાતી સરસા ચાંપી, વાત્સલ્યરસથી તરબળ બનાવી મૂક્યાં. માતૃપ્રેમ બીજ જેવા ક્યાં થંભે છે? જો કે બહેનોએ પણ વસલરસ પીરસ્યો ખરો પણ તેમાં કાંઈક કુતૂહલ ભાવ અને કૃત્રિમતા પણ હતી જ; જ્યારે માતા માં બધું સહજ સહજ હતું. આ દશ્ય દક્ષછમાં ઇર્ષાગ્નિ જગાવી ગયું અને તેઓ ને રોષ વધુને વધુ ભભૂકી ઊઠ્યો. સતી પર આની પણ વિપરીત અસર થઈ.