________________
૫૬
તમો તમારા પતિમાં એટલાં બધાં એકનિષ્ટ છે કે એમનું ત્યાં ઉઘાડેછોગ થતું અપમાન તમે જ વાર પણ સાખી નહીં શકે. અને ત્યાં આવું બનવાનો પૂરો સંભવ હોવાથી તમોને ત્યાં મેકલવામાં ઘણું મોટું જોખમ મને દેખાય છે. એટલે પણ હમણું આ વાત તમે ખોરંભે નાખી દો, અથવા મહયરના સંભારણા થોડીક વાર ભૂલી જાઓ, તે જરૂરી છે.'
મત્રેય મુનિ બોલ્યા : “વિદુરજી ! આમ તો સતી અને શંકર બને અરસપરસ એકરૂપ હતા, એમ છતાં સતીને મહિયર–પ્રેમ આ વાર્તાલાપ પછી ઓછો થવાને બદલે વધુ ઉત્તેજિત બની ગયે. તીને પિતા કરતાં માતાની યાદ વધુ તાજી થઈ ગઈ. આ મહોત્સવમાં તે કેવી હાલતી હશે ! નજીકનાં સગાંવહાલાંઓમાં મારી બહેનીઓ પણ પિતાના ભરથાર અને બાળક સાથે વહેલી વહેલી જરૂર પહેચી ગઈ હશે. એક હું જ જાણે અભાગણ હજુ ત્યાં પહોંચી શકી નથી. ચાલને ઝટ હજુ પણ પહોંચી જાઉં “તયે મહેસવ માણવાને મોકો મળી જશે. આમ વિચારી તેઓ ભેળા શંભુને વનવવા લાગ્યાં : “હું આ મહોત્સવમાં હજુ પણ પહોંચી જવું એવું મારા મનમાં સતત થયા જ કરે છે. શું કરું ? શિવજી બેલ્યા : “સતી ! હું આપને મહિયરપ્રેમ સમજી શકું છું. એ મહિયરપ્રેમ આપણુ અંગત વિકાસ ઉપરાંત સમાજગત સાધના માટે પણ અનિવાર્ય જરૂરી છે, એમ પણ મને હંમેશાં લાગ્યું છે. પરંતુ અહીં માત્ર મહિલર-પ્રેમ જ આપને દક્ષ પ્રજાપતિજી ભણું નથી ખેંચી રહ્યો ! અમારા સસરાજમાઈમાં ફરી પાછું મનઃસમાધાન થઈ પૂર્વવત્ સંબંધ બંધાઈ જાય, તેવી જાતની આપના મંતઃકરણમાં ઊંડે ઊંડે પડેલી લાગણી પણ આ ખેંચાણમાં ઠીકઠીક ભાગ ભજવી રહી છે, એમ મને સપષ્ટ લાગે છે. અને મારા નમ્ર મતે આજે આ જ એક મોટું ભયસ્થળ છે!” સમય પાક્યા વિના (એટલે કે દક્ષજીના મનમાં પસ્તાવાની છેડી પણ લાગણું ન જન્મે ત્યાં લગી) જાતે થઈને અને વિના નિમંત્રણે