________________
અવિનયને બદલે પૂરેપૂરો મળે છે અને હજુ મળશે. જુઓ, આખી દુનિયા ઊગતા સૂર્યને પૂજે છે કે નહીં? મારે ત્યાં શિવ નહી આવે, એટલે અહીં (આ શુભ કાર્ય માટે) બીજાંમાંનાં કાઈ આવતાં
ક્યાં અટકવાનાં છે ? અને બન્યું પણ તેવું જ. એકદા કૈલાસ પર્વત પરના પિતાના જે સ્થાન પાસે શિવ પાર્વતી પ્રસન્નચિત્તે બેસી મીઠી મજાની તાત્વિક વાત કરતાં હતાં, ત્યાં થઈને ત્રાષિ, દેવો, પિતૃઓની જેડાં વિમાનમાં જઈ રહ્યાં હતાં. ગંધર્વ-દંપતીઓ એ યજ્ઞની જ વાતો કરતાં કરતાં ઊડી રહેલાં. તે વાતમાં દક્ષ પ્રજાપતિનું નામ સાંભળી સતીજી એકાએક બોલી ઊઠયાં : “પ્રભો ! આપના સસરા આવા આવા મોટા યજ્ઞો કરે, જેમાં આપને આમંત્રણ જ નહીં? એક તે આપ એમના જમાઈરાજ અને વળી યજ્ઞભાગના સૌથી પ્રથમ હકદાર, દેવોના પણ મહાદેવ છતાં આમ કેમ થાય છે ? અને ઋષિઓ, દે, ગંધર્વો વગેરે આપની ગેરહાજરી ચલાવી પણ લે છે. એ બધું કેમ ચાલી શકે છે ?' મહાદેવ બલા ઃ “સતી ! આ વાતને વધુ ચર્ચવાથી આપને દુઃખ થશે. એટલે મેં જાણી જોઈને એ વાત ચર્ચા જ નથી. એમ છતાં હવે જ્યારે આપે અનાયાસે નિમિત્ત મળવાથી વસ્તુને છેડી જ છે તે હવે ટૂંકમાં કહી જ દઉં. આપ જાણો છો જ કે મારે ફાળે કુદરતી રીતે એવું કામ આવ્યું છે કે, જે માત્ર વ્યક્તિગત પ્રશ્ન ન રહેતાં જ્યાં વ્યક્તિગત પ્રશ્ન ઉપરાંત સમાજગત પ્રશ્ન પણ બની જાય છે ત્યાં મારાથી વડીલ હોય, તેમને પરિપૂર્ણ સત્ય કહ્યા સિવાય રહી શકાતું નથી. અને આવું નગ્ન અને નગદ સત્ય મોટામાં મોટા ગણાતા પુરુષો પણ જીરવી શકતા નથી ! જેઓ મોટે પદે જાય, તેઓએ વધુમાં વધુ નાના બની જવું જોઈએ. આવી સાધના સૌને સિદ્ધ નથી હોતી, એટલે મારે જ સર્વત્ર અળખામણું થવું પડે છે. અધૂરામાં પૂરું આમાં તે એવું થયું છે કે એક બાજુ મારે મારા સસરાને ફાળે ભવિષે આવનારી મહાન જવાબદારીને કારણે અગમચેતી વાપરીને ચીમકીનું વર્તન