SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પપ લખી શકે, છેવટે નવી ભૂલો વધારે તે નહિ જ લેખકની લિપિમાં સંદર્ય કેવું હોવું જોઈએ એ માટે અમે લિપિવિભાગમાં નોંધેલા લોકો તરફ વાચકોનું ધ્યાન ખેંચીએ છીએ. અર્થાત સુંદર, અબ્રાંત અને સુવાચ્ય લિપિ લખવા ઉપરાંત ઉપરની પ્રતિ-નકલ-જેવી હોય તેવી જ નકલ ઉતારેલખે–એવો હોવો જોઈએ. જે લહિયે શાહી ઢળતો હોય, લેખણ ભાંગી નાખતો હોય, આસપાસની જમીન બગાડતો હોય, ખડિયાનું મોટું મોટું હોય છતાં તેમાં બોળતાં લેખણ ભાંગી નાખતો હોય, કલમ કેમ પકડવી કે તેને ખડિયામાં પદ્ધતિસર કેમ બેળવી એ ન જાણતો હોય તેમ છતાં લેખણ લઈને લખવા બેસી જાય છે તે “કૂટલેખક અર્થાત અપલક્ષણો લેખક જાણવો અને એ લેખક ફક્ત સુંદર પાનાંને બગાડે જ છે.” લેખકનાં સાધન પુસ્તકના લખનાર લહિયા પાસે લેખનને લગતાં કયાં કયાં સાધનો કાયમી હોવાં જોઈએ એને સુચવતો એક પ્રાચીન લોક અહીં આપીએ છીએ कुंपी१ कन्जल२ केश३ कम्बलमहो४ मध्ये च शुभ्रं कुशं५, कांबी६ कल्म७ कृपाणिका ८ कतरणी९ काष्ठं१० तथा कागलम् ११ । कीकी१२ कोटरि१३ कल्मदान १४ क्रमणे१५ कट्टि१६ स्तथा कांकरो१७, एतै रम्यककाक्षरैश्च सहितः शास्त्रं च नित्यं लिखेत् ।।१॥ આ લોકમાં લેખકને નિરંતર ઉપયોગી કી અક્ષરથી સૂચિત સત્તર સાધનોનાં નામનો સંગ્રહ છેઃ ૧ કંપી–ખડિયે ર કાજળ–શાહી ૩ કેશ-માથાના વાળ ૪ કાંબળ પ કુશ-ડાભ ૬ કાંબીઆંકણી ૭ કલમ ૮ કૃપાણિકા-છરી ૯ કતરણ—કાતર ૧૦ કાષ્ઠ-પાટી ૧૧ કાગળ ૧૨ કીકી-આંખ ૧૩ કેટરી–ઓરડી ૧૪ કલમદાન ૧૫ ક્રમણ–પગ ૧૬ કટિ-કેડ અને ૧૭ કાંકરો. આ સત્તર સાધનમાં જણાવ્યું છે કે લેખકની આંખ, પગ અને કેડ સાબૂત જોઇએ અર્થાત તેનું શરીર સશક્ત હોવું જોઈએ. એને લખવા બેસવા માટે એકાંત ઓરડી, બેઠક નીચે રાખી બેસવા માટે કાંબળ અને મંગળ માટે ડાભ પણ હોવાં જોઈએ. લખવાના સાધન તરીકે એની પાસે ખડિયો, શાહી, શાહીમાં નાખવા માટે વાળ, કલમ અને કાગળ પણ હોવાં જોઈએ. કલમ કરવા માટે છરી અને કાગળ કાતરવા માટે કાતર પણ જોઈએ. પાનાં મૂકીને લખવા માટે લાકડાની પાટી જોઈએ અને પાનાં ઉપર લીટીઓ દોરવા માટે કાંબી પણ જોઈયે. ચપુની ધાર બગડી ગઈ હોય તેને અને કલમમાં સાધારણ કૂચો પડી ગયો હોય કે તેના કાપમાં ઉંચાનીચાપણું રહેતું હોય તેને ઘસવા માટે કાંકરો એટલે કુબડીને પથ્થર પણ આવશ્યક છે. કલમ, કાંબી, કાતર, છરી, કાંકર આદિને વ્યવસ્થિત રાખવા માટે કલમદાન પણ જરૂરી છે. લેખકેની ટેવ લેખકોને લખવા માટેની બેઠકની અને જેના ઉપર પાનાં રાખીને તેઓ લખે છે એ પાટીને રાખવા આદિને લગતી ઘણી ઘણું વિચિત્ર ટેવ હોય છે. કેટલાક લેખકે લખતી વેળા બે પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy