________________
અઢાર પાપસ્થાનકો-વિવેચન
૬૭
અનુક્રમે ચોરપલ્લીમાં નાયક બન્યો, તે ચોરી, લૂંટફાંટ, માર-ફાડ આદિ બધા પ્રકારના મહાપાપો કરતો હતો. તેને રાજાએ પકડ્યો છે અને આજે તેને પરિવાર સહિત ફાંસી અપાઈ રહી છે. મરીને તે નરકે જશે.
• ચોથે મૈથુન :- મૈથુન એ ચોથું પાપસ્થાનક છે. - મૈથુન એટલે અબ્રહ્મા મિથુનનો ભાવ તે મૈથુન
– મિથુન એટલે સ્ત્રી અને પુરુષનું યુગલ તેમની પરસ્પર ભોગ કરવાની વૃત્તિ કે ક્રિયા તે મૈથુન.
– વ્યવારમાં મૈથુનને અબ્રહ્મ, કામક્રીડા, વિષયભોગ કે સંભોગ કહેવામાં
આવે છે.
– તત્ત્વાર્થ સૂત્રકારે અધ્યાય-૭માં ૧૧મું સૂત્ર બનાવ્યું છે. તેમાં કહ્યું છે કે, મૈથુનપ્રવૃત્તિ તે અબ્રહ્મ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં તેઓ જણાવે છે કે, “સ્ત્રી અને પુરુષ બંનેના મિથુનભાવ અથવા મિથુનકર્મને મૈથુન કહે છે. મૈથુન જ અબ્રહ્મ છે.
– કામરાગના આવેશથી સ્ત્રી-પુરુષના જોડલાએ કરેલી મન, વચન કે કાયાની કોઈપણ પ્રવૃત્તિને મૈથુન કહે છે.
– ચારિત્ર મોહનીયના ઉદયથી સ્ત્રી-પુરુષનું પરસ્પર શરીર સમ્મિલન થવાથી સુખપ્રાપ્તિની ઇચ્છાથી થનાર રાગ પરિણામ તે મૈથુન છે.
– મૈથુન ત્રણ ભેદે કહ્યું છે - દેવદેવી સાથે, મનુષ્ય સાથે અને તિર્યંચ સાથે. તેમાં અનંગક્રીડાથી સંભોગ પર્યન્તની અને સચેતન કે અચેતન સાથેની સર્વે ક્રીડાનો સમાવેશ થાય છે અને તત્ત્વાર્થ સૂત્રકારના જણાવ્યા મુજબ તેમજ વંદિત્તા સૂત્રની સાક્ષીએ પ્રમાદ વશાત્ થયેલ આ ક્રિયા સમજવી.
૦ થાનાં સૂત્ર-૪૮ની વૃત્તિ - સ્ત્રી-પુરુષ લક્ષણ રૂપ કર્મ તે મૈથુન. તેને અબ્રહ્મ કહે છે. તે મન, વચન, કાયાથી તેમજ કરવું, કરાવવું, અનુમોદવા રૂપે ઔદારિક કે વૈક્રિય શરીર વડે એમ અઢાર ભેદે થાય છે.
૦ પ્રશ્રવિકરણ સૂત્ર-૧૮માં તેના ત્રીશ પર્યાય નામોનો ઉલ્લેખ છે. જેમકે – અબ્રહ્મ, મૈથુન, ચરંત, સંસર્ગી, સંકલ્પી, દર્પ, મૂઢતા, મનઃસંક્ષોભ, અનિગ્રહ, અશીલતા, ગ્રામધર્મતૃપ્તિ, રાગચિંતા, કામભોગમાર, પરસંગ ઇત્યાદિ.
૦ લઘુ દષ્ટાંત :- ચંપાપુરીનો રાજા જિતશત્રુ તેની રાણી સુકુમાલિકા સાથે કોઈ વખતે વિકટ સ્થિતિમાં મૂકાયો. તેણે રાણીનું જીવન બચાવવા પોતાની જાંઘનું માંસ કાપીને ખવડાવ્યું. પાણીને સ્થાને રાજાએ તેને પોતાનું લોહી પણ પીવડાવ્યું. રાણી બચી ગઈ. થોડા સમયે પરિસ્થિતિ સારી થઈ ગઈ. પણ રાણીને કોઈ પાંગળા પુરષ પર આસક્તિ થઈ ગયેલી. તે પાંગળાથી રાણીની શરીર ભુખ શાંત થતી હતી. તે પુરુષ કામકળામાં પ્રવીણ હતો. બંનેએ મળીને કોઈ વખત કપટથી રાજાને ગંગા નદીમાં વહાવી દીધો. પણ રાજા પોતાના ભાગ્યથી કિનારે પહોંચી ગયો. ત્યાં તે નગરનો રાજા મૃત્યુ પામેલો. હાથીએ જિતશત્રુ પર કળશ ઢોળતા જિતશત્રુ તે દેશનો રાજા બની ગયો.