________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
આ તરફ સુકુમાલિકા રાણી પેલા પાંગળા સાથે કામભોગ સેવન કરતી ફરતાફરતા તે જ રાજ્યમાં જઈ પહોંચી. પાંગળો ગાવા-વગાડવાની કળામાં પ્રવીણ હતો, રાણી તેને ઉઠાવીને લઈને ફરતી હતી. તેઓ રાજમહેલે પહોંચ્યા. પાંગળો ગાવા લાગ્યો અને રાણી નાચવા લાગી. રાજા તેણીને ઓળખી ગયો. રાણીએ પોતે તો મહાસતી હોવાનો ઢોંગ કર્યો. પાંગળો જ તેનો પતિ છે તેમ કહેવા લાગી. રાજાએ તેણીનું આખું ચરિત્ર સભા સમક્ષ પ્રગટ કરી તેણીને દેશ-નિકાલની આજ્ઞા કરી. અંતે તેણી મરીને દુર્ગતિમાં ગી.
♦ પાંચમે પરિગ્રહ :- પરિગ્રહએ પાંચમું પાપસ્થાનક છે.
૬૮
પરિગ્રહ એટલે માલ-મિલકત આદિની મૂર્છા.
પરિ + ગૃહ સ્વીકાર કે અંગીકારનો અર્થ બતાવે છે, તેથી જે વસ્તુનો માલિકીભાવથી સંગ્રહ કરવામાં આવ્યો હોય તેને પરિગ્રહ કહેવામાં આવે છે. - તત્ત્વાર્થ સૂત્ર, ભાષ્ય અને તેની વૃત્તિમાં પરિગ્રહનો અર્થો—
મૂર્છા પરિગ્રહ છે - સચેતન કે અચેતન કોઈપણ પદાર્થ ઉપર મમત્વ બુદ્ધિ “મારું કરવાની - મારું માનવાની બુદ્ધિ કે મૂર્છા-મમત્વ તે પરિગ્રહ છે. સૂત્રમાં મૂર્છાને જ પરિગ્રહ કહ્યો. તે મૂર્છા એટલે આસક્તિ.
નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ હોય કે કદાચ ન પણ હોય, છતાં તેમાં બંધાઈ જવું કે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસવો તે મૂર્છા.
સ્વોપજ્ઞ ભાષ્યમાં મૂર્છા, ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષા, કાંક્ષા, ગૃદ્ધિ વગેરે એકાર્થક કે પર્યાયવાચી કહ્યા છે.
-
ગાય, ભેંસ, ધન, ધાન્ય આદિ સચેતન કે અચેતન એવી કોઈપણ બાહ્ય ઉપધિ અને રાગાદિ રૂપ અત્યંતર ઉપધિનું સંરક્ષણ અને સંસ્કાર આદિ રૂપ વ્યાપાર એ જ મૂર્છા છે.
- પરિગ્રહ - જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ. આ રીતે આસક્તિ હોય તો વસ્તુ ન મળવા કે ન ભોગવવા છતાં પણ પરિગ્રહ જ છે.
પરિગ્રહના બાહ્ય અને અત્યંતર બે ભેદ છે. બાહ્ય પરિગ્રહમાં વાસ્તુ, ક્ષેત્ર, ધન, ધાન્ય, શય્યા, આસન, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય આદિનો સમાવેશ થાય છે અને અત્યંતર પરિગ્રહમાં મિથ્યાત્વ, વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષનો સમાવેશ થાય છે.
– પ્રશ્ન વ્યારા સૂત્ર-૨૧ની વૃત્તિમાં પરિગ્રહના ત્રીસ પર્યાય નામો કહ્યા છે. જેવા કે – પરિગ્રહ, સંચય, ચય, ઉપચય, નિધાન, પિંડ, મહેચ્છા, ઉપકરણ, સંરક્ષણ, ભાર, તૃષ્ણા ઇત્યાદિ.
૦ લઘુ દૃષ્ટાંત :- પરિગ્રહ-મૂર્છાની વાત આવે એટલે મમ્મણ નામે શ્રેષ્ઠી યાદ આવે તેની પાસે અમાપ ધન હતું. સોનાના બનાવેલા બે બળદ હતા. તે બળદોને હીરા, મોતી, રત્નોથી સજાવેલા હતા. માત્ર બીજા બળદનું શીંગડુ સજાવવાનું બાકી
-