________________
૬૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
• ત્રીજે અદત્તાદાન :- અદત્તાદાન ત્રીજું પાપસ્થાનક છે. - અદત્તાદાન એટલે ચોરી. અદત્તનું આદાન-અદત્તાદાન.
- “અ-દત્ત” એટલે નહીં અપાયેલું. જે વસ્તુ તેના સ્વામી આદિ તરફથી આપમેળે ન અપાયેલી હોય તે અદત્ત કહેવાય અને “આદાન” એટલે ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેવાય.
-- અદત્તાદાન ને તેય અથવા ચોરી કહે છે.
- અણદીધેલું ગ્રહણ કરવું અર્થાત્ પ્રમાદથી અન્યની નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે ચોરી-તેય છે. તેમ તત્ત્વાર્થ સૂત્રકારે અધ્યાય-૭ના સૂત્ર-૧૦માં કહ્યું છે.
– આવું અદત્ત વીતરાગ પરમાત્માએ ચાર પ્રકારે કહ્યું છે – (૧) સ્વામી અદત્ત - વસ્તુના માલિક તે સ્વામી, તેણે નહીં આપેલ.
(૨) જીવ અદત્ત :- વસ્તુ સચિત્ત હોય તો તેનો માલિક તે જીવ. સ્વામી રજા આપે પણ તે જીવની રજા ન હોય તે અદત્ત છે. મહાવ્રતીને માટે તે સર્વથા અદત્ત છે.
(૩) તીર્થકર અદત્ત :- તીર્થકરે જેની મનાઈ ફરમાવી છે તે. (૪) ગુરૂ અદત્ત :- જેમાં ગુરુની અનુજ્ઞા હોય તે ગુરુ અદત્ત.
- થાનાં સૂત્ર-૪૮ની વૃત્તિમાં કહ્યું છે કે, સ્વામી, જીવ, તીર્થકર અને ગુરુની અનુજ્ઞા સિવાય સચિત્ત-અચિત્ત મિશ્ર ભેદથી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન અર્થાત્ ચોરી છે.
૦ પ્રશ્નવ્યછિરા સૂત્ર-૧૪માં અદત્તાદાનના ત્રીશ પર્યાય નામો છે. જેમકે – ચોરી, પરહત, અદત્ત, પરધનવૃદ્ધિ, લોલુપતા, તસ્કરત્વ, અપહાર, હસ્તલઘુત્વ, સ્ટેનિક, હરણવિપ્રના, કાંક્ષા, ઇચ્છામૂછ, તૃષ્ણાગૃદ્ધિ ઇત્યાદિ.
૦ લઘુ દષ્ટાંત :- કોઈ વખતે પુરિમતાલ નગરે અમોઘદર્શન નામક ઉદ્યાનમાં ભગવંત મહાવીર પધાર્યા. ભગવંતની અનુમતિ લઈને ગૌતમસ્વામી ગૌચરી માટે નીકળેલા. પુરિમતાલના વિશાળ ચોકમાં તેઓએ એક દ્રશ્ય જોયું. અનેક હાથી, ઘોડ, સૈનિકો ઉભા હતા. વચ્ચે એક પુરુષને વધસ્તંભે બાંધેલો હતો. તેનો વધ કરવા માટે તેના કાન-નાક કાપી નાંખ્યા હતા. તેની આસપાસ તેના કાકા, કાકી, પુત્ર, પુત્રવધૂ, દીકરી, જમાઈ, પૌત્રો, પૌત્રી, દોહિત્ર, દોહિત્રી આદિ સપરિવાર બધાંને રાજસેવકો કોરડા અને ચાબુકથી મારી રહ્યા હતા. વધસ્તંભે ચડાવેલા પુરુષને પણ અણીયાળા ભાલા તેના શરીરમાં મારી મારીને તેના શરીરનું માંસ ટુકડે ટૂકડા કરી કઢાઈ રહ્યું હતું, તે માંસ તે જ પુરુષને ખવડાવતા હતા, તેના શરીરમાંથી વહી રહેલા ખૂનને ભેગુ કરીને તે પુરુષને પીવડાવી રહ્યા હતા.
આવો કુર અને હૃદયદ્રાવક પ્રસંગ જોઈને ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીર પાસે જઈને પૂછયું કે, હે ભગવન્! આ પુરુષ કોણ છે ? તેનું શું પાપકૃત્ય છે ? પરમાત્માએ કહ્યું કે, આ પુરિમતાલ નગરની બહાર ચોરોની એક મોટી પલ્લી છે, ત્યાં પ્રસિદ્ધ અને મહાભયંકર વિજય નામે ચોર રહેતો હતો. તે ચોરી, લૂંટફાટ કરતો હતો અને બીજા પણ અનેક પાપોની ખાણરૂપ હતો. તેનો પુત્ર “અભગ્રસેન' નામે થયો. તે