________________
સાત લાખ' સૂત્ર-વિવેચન
૫૭
ઝિલિય, કિંગિર, કિગિરિડ, બાહુય, લડુય સુભગ, સૌવસ્તિક, ઇંદ્રકાયિક, ઇંદ્રગોપ, તરતંબગ, કુચ્છલબાગ, જૂ, હાલાહલ, પિસુય, શતપદિકા, કાનખજુરા, હલ્થિસોંડ અને તે સિવાયના બીજા આ પ્રકારના જીવો.
• બે લાખ ચઉરિદિય :– ચાર ઇન્દ્રિયવાળા જીવોની યોનિ બે લાખ છે. - ચાર ઇન્દ્રિયવાળા જીવોનું વિવેચન સૂત્ર-પમાં જોવું.. – જીવવિચાર ગાથા-૧૮ મુજબ ચાર ઇન્દ્રિયવાળા જીવો
વીંછી, બગાઈ, ભ્રમર, ભ્રમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા અને ખડમાંકડી વગેરે.
– પન્નવણા સૂત્ર-૧૫૧ મુજબ ચઉરિન્દ્રિય જીવોના નામો
અંધિય, પત્તિય, મક્ષિકા, મચ્છર, કીટ, પતંગ, બગાઈ, કુક્કડ, નંદાવર્ત, સિંગિરડ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપલ, ઓપંજલિયા, જલચારિકા, ગંભીર, તંતવ, અચ્છિરોડ, અભિવેધ, સારંગ, નેઉર, દોલા, ભ્રમર, ભમરી, જરુલા, તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણ, ગોમયકીડા અને તે સિવાયના તે પ્રકારના બીજા સર્વે જીવો ચઉરિન્દ્રિય છે.
ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય જીવો – સંમૂર્ણિમ અને નપુંસક છે. તે ત્રણેના સંક્ષેપથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદો છે. (આ સિવાય અનેક વિગતો પન્નવણા નામક ઉપાંગ સૂત્રમાં આ જીવો વિશે કહેવાયેલી છે.)
૦ હવે પછીના ચાર પદોમાં પંચેન્દ્રિય જીવના મુખ્ય ચાર ભેદ એવા - દેવ, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની યોનિની સંખ્યા જણાવે છે. આ જીવોને સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, નેત્ર એ પાંચે ઇન્દ્રિયો હોય છે–
• ચાર લાખ દેવતા :– દેવતાઓની યોનિ ચાર લાખ કહી છે. – દેવતાઓના મુખ્ય ચાર ભેદ કહ્યા છે– (૧) ભવનપતિ - તેના પેટા દશ ભેદો કહ્યા છે. (૨) વ્યંતર - તેના પેટા આઠ (વિકલ્પ સોળ) ભેદો કહ્યા છે. (૩) જ્યોતિષ્ક – તેના પેટા પાંચ ભેદો કહ્યા છે. (૪) વૈમાનિક - તેના મુખ્ય બે ભેદ છે. (૧) કલ્પોપપન્ન (૨) કલ્પાતીત. - જેમાં કલ્પોપપત્ર વૈમાનિકના સૌધર્માદિ બાર ભેદો છે.
– કલ્પાતીત વૈમાનિકના મુખ્ય બે ભેદ છે. રૈવેયક અને અનુત્તર. રૈવેયકના નવ ભેદો છે. અનુત્તરના પાંચ ભેદો છે.
* દેવોના ભેદ-પ્રભેદો વિશે વિશેષ માહિતી જીવવિચારમાં તો છે જ, તદુપરાંત જીવાજીવાભિગમ અને પન્નવણા ઉપાંગ સૂત્રોમાં પણ છે. અન્ય આગમોમાં અને ગ્રંથોમાં પણ છે. જે વિસ્તાર ભયે અહીં નોધેલ નથી. તે શાસ્ત્રો અને ગ્રંથોથી જાણવી. અહીં માત્ર તેમના નામો આપેલા છે –