________________
પ૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩
નજરે જોઈ શકાય તેવા હોતા નથી
આ સૂક્ષ્મ જીવો ચૌદ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલા છે.
( સાવર સૂત્ર નામક આગમમાં પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનના ઉદેશક-૨, ૩, ૪, ૫ અને ૭માં પાંચે સ્થાવરકાય, તેમાં જીવોનું અસ્તિત્વ, તેની હિંસા, હિંસાનું ફળ ઇત્યાદિ અનેક વિગતોનું વર્ણન આવે છે. નવાનવામામ નામક ઉપાંગ સૂત્રમાં પ્રતિપત્તિ-૧માં સૂત્ર ૧૧ થી ૩૪માં પાંચે સ્થાવરજીવોના ભેદ-પ્રભેદોનું વર્ણન છે પન્નવUI આગમ સૂત્રમાં પણ પદ-૧માં સૂત્ર ૧૯ થી ૧૪૮માં સ્થાવર જીવોના ભેદ પ્રભેદોનું અતિ વિસ્તારથી વર્ણન છે. તદ્દઉપરાંત પન્નવણાના બીજા પદોમાં પૃથ્વીકાયાદિના સ્થાન, અલ્પબદુત્વ, સ્થિતિ, વિશેષ, ચરિમ, પરિણામ, ઇન્દ્રિય, કાયસ્થિતિ, કર્મપ્રકૃતિ આદિ અનેક વિગતોનું વિસ્તૃત વર્ણન છે.)
હવેના ત્રણ પદોમાં વિકસેન્દ્રિયનું વર્ણન છે – વિકસેન્દ્રિય અર્થાત્ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિક્રિય. આ ત્રણેની યોનિ બે-બે લાખ કહેલી છે. તે વર્ણન આ પ્રમાણે છે –
• બે લાખ બેઇન્દ્રિય :– બે ઇન્દ્રિયવાળા જીવોની યોનિ બે લાખ છે. – બે ઇન્દ્રિય જીવોનું વિવેચન સૂત્ર-૫ “ઇરિયાવહીમાં જુઓ.
– “જીવવિચાર"ની ગાથા-૧૫માં કેટલાંક બેઇન્દ્રિય જીવોના નામો આ પ્રમાણે કહ્યા છે – શંખ, કોડા, ગંડોલા, જળો, આયરિયા, અળસીયા, લાળીયા, મામણમુંડ, કરમીયા, પોરા, ચૂડેલ આદિ.
– પન્નવણા સૂત્ર-૧૪૯ મુજબ બેઇન્દ્રિય જીવો - પુલકૃમિક, કુક્ષિકૃમિ, ગંડોલ, ગોલોમ, નઉર, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગૌલોક, જલૌક, જાલાઉય, શંખ, શંખનક, શંખલા, ધુલ્લા, ખુલ્લા, ગુલયા, ખંધ, કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકાવર્ત, દ્વિધાવ, નંદિકાવર્ત, શંબક, માતૃવાહ, શુક્તિસંપટ, ચંદનક, સમુદ્રલિક્ષા અને તે સિવાય બીજા તેવા પ્રકારના જીવો.
• બે લાખ તે ઇન્દ્રિય :– ત્રણ ઇન્દ્રિયવાળા જીવોની યોનિ બે લાખ છે. – ત્રણ ઇન્દ્રિયવાળા જીવોનું વિવેચન સૂત્ર-પમાં જોવું. - જીવવિચાર ગાથા ૧૬, ૧૭ મુજબ કેટલાંક તે ઇન્દ્રિય જીવો–
કાન ખજુર, માંકડ, જૂ, કીડી, ઉધઈ, મંકોડા, ઇયળ, ધીમેલ, સાવા, ગીંગોડાની જાતો, ગદ્વૈયા, વિષ્ટાના જીવડા, છાણાના જીવડા ધનેડા, કંથવા, ગોપાલિક, ઇયળ, ગોકળગાય વગેરે.
– પન્નવણા સૂત્ર-૧૫૦ મુજબ તે ઇન્દ્રિય જીવો–
ઐપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા, ડાંસ, ઉધઇ, ઉક્કલિયા, ઉષ્માદ, ઉપ્પાઇ, ઉત્પાટક, તણાહાર, કાષ્ઠહાર, માલુકા, પન્નાહાર, તણબેંટિય, પરબૅટિય, પુષ્પબેંટિય, ફલબેંટિય, બીજ બેંટિય, તેબુરણમિંજિયા, તઓસિમિંજિય, કપ્પાસઠિમિંજિય, હિલિય,