________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
(૧) ભવનપતિના દશ ભેદ :- (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિદ્યુતકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર, (૯) વાયુકુમાર, (૧૦) સ્વનિતકુમાર.
(૨) વ્યંતરના આઠ ભેદ :- (૧) કિન્નર, (૨) કિંગુરુષ, (૩) મહોરગ, (૪) ગાંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત, (૮) પિશાચ,
(3) જ્યોતિષ્કના પાંચ ભેદ :- (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારા
(૪) વૈમાનિકમાં કલ્પપત્રના બાર ભેદો :- (૧) સૌધર્મ, (૨) ઇશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અય્યત.
• ચાર લાખ નારકી :– નારકી જીવોની યોનિ ચાર લાખ કહી છે. - સાત નરકભૂમિને આશ્રીને નારકીના મુખ્ય સાત ભેદો કહ્યા છે.
- સાત નરકમૃથ્વીનાં નામો છે – (૧) ધમ્મા, (૨) વંશ, (૩) શેલા, (૪) અંજના, (૫) રિષ્ટા, (૬) મઘા, (૭) માઘવતી. આ સાતે પૃથ્વી અધોલોકમાં આવેલી છે. ગોત્રને આશ્રીને તેના નામ છે – (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધુમપ્રભા, (૬) તમ પ્રભા, (૭) તમસ્તમ પ્રભા.
- આ સાતે નારકીમાં ઉત્પન્ન જીવો નારકીના જીવો કહ્યા છે. – નારકીના સર્વે જીવો નપુંસક હોય છે. • ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય – – તિર્યંચ પંચેન્દ્રિય જીવોની યોનિ ચાર લાખની કહી છે.
– પંચેન્દ્રિય તિર્યંચોના મુખ્ય ત્રણ ભેદો કહ્યા છે. (૧) જલચર, (૨) સ્થલચર, (૩) ખેચર.
(૧) જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના મુખ્ય પાંચ ભેદ છે :- મત્સ્ય, કચ્છ૫, ગ્રાહ, મગર અને શિશુમાર. (આ પાંચેના પેટા ભેદો પન્નવણા સૂત્ર-૧૫૭ થી ૧૬૦માં આપેલા છે.
– જલચર પંચેન્દ્રિય જીવોના સંમૂર્ણિમ અને ગર્ભજ એવા પણ બે ભેદો છે. તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બબ્બે ભેદો છે. તેમાં સંમૂર્ણિમ છે તે બધાં નપુંસકો છે અને ગર્ભજ છે તેના ત્રણ ભેદો છે – સ્ત્રી, પુરુષ અને નપુંસક.
(૨) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના મુખ્ય ત્રણ ભેદ પ્રકરણ ગ્રંથાદિમાં છે – (૧) ચતુષ્પદ, (૨) ઉર પરિસર્પ, (૩) ભુજ પરિસર્પ
જીવાજીવાભિગમ અને પન્નવણામાં તેના મુખ્ય બે ભેદો કહ્યા છે – (૧). ચતુષ્પદ સ્થલચર, (૨) પરિસર્પ સ્થલચર.
ચતુષ્પદ સ્થલચરના ચાર મુખ્ય પેટા ભેદો છે – (૧) એકખરીવાળા, (૨) બે ખરીવાળા, (૩) ગંડીપદ, (૪) સનખપદ. (આ ચારેના પણ અનેક પેટાભેદો