________________
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિશેષ કથન
૩૯ કે, ચાર મહિના સુધી આપના દર્શન ન થતા તે ખાધાપીધા વિના બેસી રહેલો. તે સાંભળી કૃષ્ણ અંતઃપુર સહિત રાજમહેલમાં તેને જવાની આજ્ઞા આપી.
કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ ત્યાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવ વીરક શાળવીને લઈને પ્રભુને વંદન કરવા ગયા. ત્યાં કૃષ્ણ બધાં સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યું બીજા રાજાઓ તો થોડાને વંદન કરીને થાકી જતાં બેસી ગયા, પણ વીરકે કૃષ્ણની અનુવૃત્તિથી સર્વેને વંદના કરી. છેલ્લે કૃષ્ણ અત્યંત શ્રમિત થઈ ગયા ત્યારે ભગવંતને કહ્યું કે, હે ભગવન્! ૩૬૦ સંગ્રામમાં પણ મને આવો થાક નથી લાગ્યો. ત્યારે ભગવંતે કહ્યું કે, હે કૃષ્ણ ! તે ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ (આ વંદનના પરિણામે) ઉપાર્જન કર્યું છે. તેમજ સાતમી નરક બાંધેલ આયુષ્ય તોડીને ત્રીજી નરકનું કર્યું છે.
અહીં કૃષ્ણએ કરેલ વંદન તે ‘ભાવ કૃતિકર્મ જાણવું અને વીરક કરેલ વંદન તે દ્રવ્ય કૃતિકર્મ જાણવું.
(૪) વિનયકર્મ - રીનસેવ નું દૃષ્ટાંત :
નજીક નજીકના ગામમાં બે રાજસેવકો વસતા હતા. કોઈ વખતે પોત-પોતાના ગામની સીમા માટે વિવાદ થતાં તેનો ન્યાય કરાવવા રાજદરબારે જતા હતા. માર્ગમાં સાધુ મહારાજના શુકન થયા. એક રાજસેવકે ભાવપૂર્વક મુનિના વંદનથી મારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. એમ માની પ્રદક્ષિણાપૂર્વક મુનિને વંદના કરી બીજા રાજસેવકે કેવળ પેલાની અનુવૃત્તિથી વંદના કરી. ત્યાં ન્યાય થતા ભાવવંદન કરનાર રાજસેવકના પક્ષે ન્યાય થયો. બીજાનો પરાજય થયો.
અહીં પહેલા રાજસેવકનું વંદન તે ભાવ વિનયકર્મ અને તેનું અનુકરણ કરનારનું વંદન તે દ્રવ્ય વિનયકર્મ જાણવું
(૫) પૂનાર્મ - શાંવ-પાન નું દૃષ્ટાંત :
દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના અનેક પુત્રોમાં શાંબ અને પાલક નામે પણ પુત્રો હતા. કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ ત્યાં પધાર્યા કૃષ્ણ વાસુદેવે કહ્યું કે, તમારા બેમાંથી, કાલે પ્રભુને જે પહેલી વંદના કરશે તેને હું મારો અશ્વ આપીશ. શાબમારે તો પ્રભાતમાં શય્યા પરથી ઉઠીને ત્યાં રહીને જ ભાવપૂર્વક વંદના કરી.
જ્યારે પાલકે અશ્વ મેળવવાની લાલચમાં જલ્દીથી વહેલા ઉઠી અશ્વરત્ન ઉપર બેસી ભગવંત પાસે જઈને વંદના કરી, પાલકે માત્ર કાયાથી વંદના કરી, પણ ચિત્તમાં તો લોભવૃત્તિ જ હતી. કૃષ્ણ ભગવંત પાસે જઈને જ્યારે પૂછ્યું કે, ભગવન્! આપને પ્રથમ વંદના કોણે કરી ? ભગવંતે કહ્યું કે, દ્રવ્યથી પાલક અને ભાવથી શાંબે પહેલી વંદના કરી. તેથી કૃષ્ણ વાસુદેવે શાંબકુમારને અશ્વરત્ન ભેટ આપ્યો.
અહીં પાલકે કરેલ વંદન તે દ્રવ્ય પૂજાકર્મ અને શાંબકુમારે કરેલ વંદન તે ભાવ પૂજાકર્મ જાણવું
૦ વંદનના ત્રણ ભેદ :ગુરુવંદન ભાષ્ય ગાથા-૧, ૪ અને તેના વિવરણમાં ત્રણ ભેદો જણાવેલા છે. (૧) ફિટ્ટાવંદન :