________________
૩૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
તે વાતની શીતલાચાર્યને ખબર ન પડી. પ્રભાત થયા બાદ તેમણે ભાણેજ મુનિઓની આવવાની ઘણી રાહ જોઈ, છતાં તેઓ આવ્યા નહીં. ત્યારે શીતલાચાર્ય પોતે ભાણેજ મુનિ પાસે આવ્યા. ભાણેજ મુનિઓ કેવલી હોવાથી શીતલાચાર્યનો ગુરુ તરીકે યોગ્ય સત્કાર ન કર્યો. તેથી શીતલાચાર્યએ રોષ સહિત તેમને અવિનયી અને દુષ્ટ શિષ્યો જાણીને વંદન કર્યું. આ વંદન દ્રવ્ય વંદનકર્મ જાણવું
કેવળી મુનિઓએ કહ્યું કે, એ તો દ્રવ્યવંદના થઈ હવે તમે ભાવવંદના કરો. શીતલાચાર્ય કહે તમે શી રીતે જાણ્યું ? કેવલીએ કહ્યું, અપ્રતિપાતી જ્ઞાનથી. એમ સાંભળતા જ શીતલાચાર્યનો ક્રોધ શાંત થયો, પોતાનો અપરાધ ખમાવી પુનઃ ચારે કેવલીને ભાવથી વંદના કરી, શુભ ભાવમાં તેઓ પણ કેવલજ્ઞાન પામ્યા. આ બીજી વંદના તે ભાવ વંદનકર્મ જાણવું
(૨) વિતિ - લુચ્છક્કાવાર્ય નું દૃષ્ટાંત :
ગુણસુંદરસૂરિ નામે આચાર્ય એક ક્ષુલ્લક (બાળમુનિ)ને સંઘની સંમતિપૂર્વક સૂરિપદે સ્થાપી કાળધર્મ પામ્યા. સર્વે ગચ્છવાસી મુનિઓ તે ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તતા હતા. કોઈ વખત મોહનીય કર્મના પ્રબળ ઉદયે ચારિત્ર છોડવાની ઇચ્છાથી એક મુનિને સાથે લઈને ક્ષુલ્લકાચાર્ય દેહ ચિંતાના બહાને બહાર નીકળ્યા. સાથે આવેલ મુનિ વૃક્ષોના અંતરે ઉભા રહેતા તે ન જુએ તે રીતે ભુલ્લભાચાર્ય એક સીધી દિશા તરફ ચાલ્યા ગયા. આગળ જતાં એક સુંદર વનમાં અનેક ઉત્તમ વૃક્ષો હોવા છતાં પણ લોકોને પીઠિકાવાળા-ચોતરાવાળા એવા એક ખીજડાના વૃક્ષને પૂજતાં જોયા. તે જોઈને ભુલકાચાર્યે વિચાર્યું કે આ વૃક્ષના પૂજાવામાં તેને પૂજ્ય ઠરાવીને આ બાંધેલી પીઠિકા જ કારણ છે. નહીંતર બીજા વૃક્ષોને કોઈ કેમ પૂજતા નથી !
ભુલકાચાર્યને મનમાં થયું કે હું તો ખીજડા સરખો નિર્ગુણ છું. ગચ્છમાં તો તિલક, બકુલ આદિ ઉત્તમ વૃક્ષ સમાન ઘણાં મુનિઓ છે. છતાં ગુરુએ તેમને આચાર્ય પદ આપવાને બદલે મને આપ્યું. આ ગચ્છના મુનિઓ પણ મને પૂજે છે, તેનું કારણ શું? મારામાં શ્રમણપણું તો છે નહીં. પણ આ રજોહરણાદિ ઉપકરણ માત્ર રૂપ મારા ચિતિગુણ વડે અને ગુરુએ આપેલા આચાર્ય પદને કારણે તેઓ મને વંદન કરે છે. એમ વિચારી લુલ્લકાચાર્ય તુરંત પાછા વળ્યા, ઉપાશ્રયે આવ્યા. પછી પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી શુદ્ધ થયા.
અહીં સુલકાચાર્યને વ્રત છોડવાની ઇચ્છા વખતે તેમનો રજોહરણાદિ ઉપકરણોનો સંચય તે દ્રવ્ય ચિતિકર્મ અને પ્રાયશ્ચિત્ત બાદ એ જ ઉપકરણોનો સંચય તે ભાવ ચિતિકર્મ જાણવું
(૩) કૃતિ - કૃષ્ણ અને વીર નું દૃષ્ટાંત :
દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ અને તેમનું મુખ જોયા પછી જ ભોજન કરનારો વીરક નામનો કોળી રાજસેવક હતો. ચોમાસામાં કૃષ્ણ વાસુદેવ રાજમહેલની બહાર નીકળતા ન હોવાથી તેના દર્શનના અભાવે વીરકશાળાપતિ ભોજન વગર દુર્બળ થઈ ગયો. ચોમાસા બાદ તેને જોઈને કૃષ્ણ દુર્બળતાનું કારણ પૂછયું ત્યારે દ્વારપાળે કહ્યું