________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
મસ્તક નમાવીને, હાથ જોડીને, અંજલિ કરીને અથવા પાંચ અંગમાં યથાયોગ્ય ૧, ૨, ૩ કે ૪ અંગ વડે નમસ્કાર કરવાથી ફિટ્ટા વંદન થાય છે. જે સાધુ સાધુને કરે, સાધ્વી-સાધ્વી તથા સાધુને કરે. ગુરુવંદન ભાષ્ય ગાથા-૪ મુજબ આ વંદન સંઘમાં પરસ્પર થાય છે.
૪૦
(૨) છોભવંદન :
પાંચે અંગ નમાવવાપૂર્વક પંચાંગ પ્રણિપાતપૂર્વક-ખમાસમણ દેવાથી આ વંદન
થાય છે.
આવું વંદન સાધુ વડીલ સાધુને કરે છે. સાધ્વીજી વડીલ સાધ્વીને તથા સર્વે કોઈ સાધુને કરે છે. શ્રાવકો સાધુને કરે છે અને શ્રાવિકાઓ સાધુ તથા સાધ્વી બંનેને કરે છે. ગુરુવંદન ભાષ્ય-૪ મુજબ આ વંદન માત્ર સાધુ-સાધ્વીને જ કરાય છે. (૩) દ્વાદશાવર્ત વંદન :
ગુરુવંદન સૂત્રથી “અહોકાયં કાય'' ઇત્યાદિ પદો વડે બાર વખત આવર્ત પૂર્વકની વંદના તે દ્વાદશાવર્ત્ત નંદન કહેવાય.
આ વંદન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આચાર્યાદિને કરે. તે માટે ગુરુવંદન ભાષ્યમાં જણાવે છે કે, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્ત્તક, સ્થવિર તેમજ રત્નાધિકને આવું વંદન કરવું.
૦ વંદન (-વાંદણા) બે વખત કેમ ?
આવશ્યક નિર્યુક્તિ-૧૨૨૯ અને ગુરુવંદન ભાષ્ય-૪માં જણાવે છે— “ત્રીજું દ્વાદશાવર્ત વંદન બે વાંદણા દેવા વડે કરાય છે.''
જેમ રાજસેવક પહેલાં રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે, ત્યારબાદ રાજાએ વિસર્જન કર્યા પછી પુનઃ નમસ્કાર કરીને જાય છે. તેમ અહીં ગુરુવંદન પણ બે વંદન વડે કરાય છે.
પહેલા વાંદણામાં ગર્વાHઞાળુ પદ બોલી અવગ્રહની બહાર નીકળી પ્રતિક્રમણ, અતિચારની નિંદા ગર્દાદિ થાય છે. જ્યારે બીજા વાંદણામાં અવગ્રહમાં જ રહી ગુરુચરણે તેનું નિવેદન થાય છે.
૦ અવંદનીય કોણ ?
(આવશ્યક સૂત્રમાં ત્રીજા વંદન અધ્યયનમાં, પ્રવચનસારોદ્ધાર વંદન દ્વારમાં અને ગુરુવંદન ભાષ્યમાં પણ આ વર્ણન છે.)
પાસસ્થા, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચને અવંદનીય કહ્યા છે. (૧) પાતત્વ (પાર્શ્વસ્થ) - જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે એટલે કે જ્ઞાનાદિકને પાસે રાખે પણ સેવે નહીં તે અથવા કર્મબંધના હેતુ - જે મિથ્યાત્વ વગેરે રૂપ તે પાશ-જાળમાં વર્તે તે પાસસ્થા કહેવાય. તેના બે ભેદ છે—
– સર્વ પાસસ્થા - દેશ પાસસ્થા
-
અગ્રપિંડને વિના કારણે ભોગવે; કુલ નિશ્રાએ વિચરે, સ્થાપના કુલોમાં પ્રવેશ કરે,
-
જે ફક્ત વેશધારી હોય તે.
જે શય્યાતરપિંડ, અભ્યાતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ,