________________
૩૦૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
પર જ પડે છે. એવો ભગવંતનો અતિશય હોય છે.
અહીં એક સુંદર કવિ કલ્પના રજૂ થઈ છે. જેના પર ભગવંતના ચરણ રહે છે તે સુવર્ણ કમળો જાણે એમ કહે છે કે, “જેવા અમે કમળો છીએ તેવા જિનેશ્વર પરમાત્માના ચરણો પણ કમળો છે.” આ રીતે કમળોની સાથે કમળોનો સમાગમ મેળાપ થયો એ ઘણું જ પ્રશંસનીય છે, કેમકે સમાગમ સરખે સરખાનો જ શોભે છે."
આ સ્તુતિ દ્વારા એવું કહે છે કે, જે જિનેશ્વર પરમાત્મા દેવતા રચિત સુવર્ણકમળો પર ચરણકમળ સ્થાપન કરતાં વિહાર કરે છે, તે જિનેશ્વરો અમારા શિવસુખને માટે થાઓ.
૦ હવે ત્રીજી સ્તુતિમાં પરમાત્માની વાણીની સ્તુતિ દ્વારા શ્રતની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે- પાપ-તાપ-ર્ધિત ઇત્યાદિ.
આ સ્તુતિના ચોથા ચરણમાં કહ્યું, “થાતુ તુર્દે મયિ - મારા પર તુષ્ટિ અર્થાત્ અનુગ્રહને ધારણ કરો. પણ આ પ્રાર્થના કોને ઉદ્દેશીને કરાઈ છે? અર્થાત કોણ અનુગ્રહ કરે ? વાણીનો સમૂહ.
૦ મયિ વિસ્તારો નિરા
સિદ્ધાંતરૂપ વાણીનો સમૂહ મારા પર અનુગ્રહ કરો- મારા પર પ્રસન્નતા ધારણ કરો - મને સંતોષ આપો - કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરી. પણ તે વાણીનો સમૂહ કેવો છે ? અથવા કયા વાણીના સમૂહને ઉદ્દેશીને આ ભાવના કરી છે ? ૦ નૈન-
મુવુતિઃ - જે વાણી જિનેશ્વરના મુખમાંથી નીકળેલી છે. ૦ વયિતાર્કિક વસ્તુ નિવૃતિ, ० स शुक्रमासौद्भव वृष्टि सन्निभो
– જે વાણી કષાયના તાપથી પીડાઈ રહેલા પ્રાણીઓને જેઠ માસમાં થયેલી વૃષ્ટિની માફક પ્રાણીઓને શાંતિ આપે છે.
એવી વાણી મને પણ તુષ્ટિ આપનારી થાઓ.
– આ સ્તુતિમાં પણ એક સુંદર ઉપમા આપવા દ્વારા સૂત્રકારે જિન-વાણીની મહત્તા સ્થાપિત કરી છે–
જેઠ માસમાં સૂર્યનો તાપ ઘણો જ હોય છે. તેને કારણે ગરમી અને ઉકળાટ પણ અસહ્ય બને છે. આવી સ્થિતિમાં જ્યારે વરસાદ વરસે છે, ત્યારે તે વર્ષા ઘણી જ સુખકર અને સંતોષજનક લાગે છે. એ જ રીતે કષાયભાવથી અને તજન્ય કર્મોના બંધનરૂપ તાપથી તપ્ત બનેલા જીવો. તે તાપના પ્રભાવથી આકુળ
વ્યાકુળ થતા હોય છે. તેમના પર જિનેશ્વરદેવના મુખરૂપી મેઘમાંથી નીકળેલી વાણીનો સમૂહ અથવા તે વાણી પ્રવાહરૂપ વર્ષા તે જીવો માટે ઘણાં સુખકર અને શાંતિપ્રદાયક બને છે.