________________
૨૯૯
નમોડસ્તુ સૂત્ર-વિવેચન શ્રેણિને ધારણ કરતી.
- અહીં ન્યાય: એટલે પ્રશસ્ત-વખાણવા લાયક કે પવિત્ર.. #મ એટલે ચરણરૂપ, મન એટલે કમળ, સાત્તિ એટલે શ્રેણિ કે પંક્તિ કે હાર, ઢથત્યા એટલે ધારણ કરનારી.
- ઘતી માં મૂલ ક્રિયા પદ “ઘ' છે. “થા' એટલે ધારણ કરવું. તે પરથી ટથતિ બન્યું તેનો અર્થ છે ધારણ કરનારી.
સદરિત્તિ સંગીત પ્રશચં ત - સરખામી જોડે સમાગમ થવો તે પ્રશસ્ત-વખાણવા યોગ્ય કહ્યું છે.
• સન્ત શિવાય તે ગિનેનાઃ તે જિનેન્દ્રો-જિનેશ્વર પરમાત્માઓ મોક્ષને માટે
થાઓ.
– અહીં સસ્તું એટલે થાઓ, હો. - શિવાય - શિવને માટે, શિવ-સુખ અર્થાત્ મોક્ષ માટે.
૦ શિવ - એટલે સર્વ ઉપદ્રવોથી રહિત, સર્વ કબ્દોથી વર્જિત, મંગલરૂપ, મોક્ષરૂપ હોય તે, કલ્યાણકારી અર્થ પણ છે.
– તે જિનેન્દ્રા: તે જિનેન્દ્રો, ‘જિન' અર્થાત્ “સામાન્ય કેવલી' તેઓમાં ઇન્દ્ર સમાન તે જિનેન્દ્ર કહેવાય. તેઓને
૦ જિનેન્દ્ર' શબ્દનું પ્રાકૃત રૂપાંતર નિબિંદ્ર' છે - તેથી આ શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૨૦ “કહ્યાણકંદ"ની ગાથા-૧ જોવી અને ‘બિન' શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૮ “લોગસ્સ" સૂત્ર-૧૧ “જગચિંતામણિ', સૂત્ર-૧૨ અંકિંચિ", સૂત્ર-૧૩ “નમુત્થણ” જોવું.
– ગાથા-૨નો રહસ્યાર્થ :
અહીં આ સ્તુતિના છેલ્લા ચરણમાં કહ્યું કે, સન્તુ ફિવાય તે જિનેન્દ્રા: અર્થાત્ તે જિનેન્દ્રો તમારા શિવસુખને માટે થાઓ.” પણ ‘તે એટલે કયા? આ વાતનો ઉત્તર સ્તુતિના પ્રથમ ચરણમાં એક સુંદર ઉપમા દ્વારા આપેલો છે–
જેમના શ્રેષ્ઠ ચરણરૂપી કમલની પંક્તિઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણકમલોની શ્રેણિ દ્વારા એમ કહેવાયું કે, સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે.
કોઈપણ તીર્થંકર પરમાત્મા અર્થાત્ જિનેશ્વર દેવ જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, ત્યારપછી ચોત્રીશ અતિશયોથી યુક્ત હોય છે. આ ચોત્રીશ અતિશયોમાંનો એક અતિશય એ પ્રમાણે છે કે, જ્યારે ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે દેવતાઓ નવ સુવર્ણકમળોની રચના કરે છે. આ કમળો શુદ્ધ સુવર્ણના બનેલા અને માખણ જેવા મુલાયમ હોય છે. જ્યારે જિનેશ્વર પરમાત્મા ચાલે છે ત્યારે તેમના ચરણો – પગલાં સુવર્ણકમળ પર જ પડે છે. નવ કમળમાંથી બે કમળ ઉપર પરમાત્માના પગ રહે છે, બાકીના સાત કમળો જેમ જેમ પરમાત્મા આગળ ચાલે તેમ તેમ દેવતાઓ તેને આગળ સંચારે છે. પરમાત્માના કદમ આપોઆપ તેના