________________
નમોડસ્તુ॰ સૂત્ર-વિવેચન
૩૦૧
આવો વાણી પ્રવાહ મારા પર તુષ્ટિને - અર્થાત્ - અનુગ્રહને ધારણ કરો મને પણ સંતોષ આપનારા થાઓ.
આ રીતે ત્રણ સ્તુતિ કરાઈ છે (૧) વર્ધમાન જિનની, (૨) સામાન્ય જિનની અને (૩) જિનવાણીની - શ્રુતની, જો કે નામથી તો આ ‘“નમોઽસ્તુ' સૂત્ર વર્ધમાન સ્તુતિરૂપે જ પ્રસિદ્ધ થયેલ છે.
અહીં પ્રબોધ ટીકાના રચયિતા શ્રી એક મહત્ત્વની વાત નોંધે છે. શ્રી તિલકાચાર્યએ જે સામાચારીની રચના કરેલી છે. તેમાં આ ત્રણને બદલે ચાર સ્તુતિઓ જોવા મળે છે. જેની સાક્ષી આપતા પ્રબોધટીકાકારે નોંધ્યુ છે કે, ભાડાંરકર ઇન્સ્ટિટયૂટની પ્રતિ નં. ૧૧૦૬ (૪૧) / ૧૮૯૧-૯૫માં ચોથી સ્તુતિ જોવામાં આવી છે. જે આ પ્રમાણે છે–
આ પ્રમાણે આ સ્તોત્રને ચાર સ્તુતિરૂપ બતાવેલ છે. જો કે વ્યવહારમાં તો ત્રણ સ્તુતિવાળો જ પાઠ પ્રસિદ્ધ છે.
વિશેષ કથન :
"श्वसिति सुरभिगन्धा, लुब्धभृंगीकुरंगं मुखराशिनमजस्रं, बिभ्रती या बिभर्ती ।"
--
આ સ્તુતિ ત્રણ ગાથારૂપ છે અને પદ્યમય છે. પરંતુ તેના ત્રણે પદ્યોના છંદ અલગ-અલગ છે.
(૧) “નમોડસ્તુ॰''વાળું પહેલું પદ્ય ‘અનુષ્ટુપ્’ છંદમાં છે.
(૨) ‘યેષાંવિકચાર૰''વાળું બીજુ પદ્ય ‘વૈતાલિક'' છંદમાં છે. (૩) ‘‘કષાયતાપાર્દિત ''વાળું ત્રીજુ પદ્ય ‘વંશસ્થ' છંદમાં છે. કોઈ આ સ્તોત્રના બીજા પદ્યને વૈતાલિકને બદલે ‘‘ઔપચ્છંદસિક'' હોવાનું જણાવે છે. છંદોનુશાસન જોતા અમને ‘વૈતાલિક' યોગ્ય લાગ્યું હોવાથી અમે અહીં વૈતાલિક હોવાની નોંધ કરી છે.
GAD
- ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :
આ સૂત્રનો સંધ્યાકાલીન પ્રતિક્રમણમાં ઉપયોગ થાય છે.
1
– જ્યારે છ આવશ્યક પૂર્ણ થાય ત્યારે સંધ્યાકાળના પ્રતિક્રમણમાં બોલાય છે ‘ઇચ્છામો અણુસ。 નો ખમાસમણાણું.'' ત્યાં અર્થ એવો થાય છે કે, હે ક્ષમાશ્રમણ પૂજ્ય ! હું આપના અનુશાસનને - આપની આજ્ઞાને ઇચ્છુ છું કે, છ આવશ્યક પૂર્ણ થયા, હવે હું શું કરું ? આ પ્રમાણે ગુરુના અનુશાસનની ઇચ્છા કરીને પછી મંગલ-સ્તુતિ નિમિત્તે અથવા બીજી રીતે કહીએ તો ષડાવશ્યક ક્રિયા સારી રીતે પૂર્ણ થયા પછી ઉલ્લાસને અભિવ્યક્ત કરવા આ સ્તુતિ ઉચ્ચ સ્વરે કે પ્રગટ રૂપે સમૂહમાં બોલવામાં આવે છે.
જો કે આ સ્તોત્ર પઠન માટે પૂર્વે નમોઽર્હત્ બોલાય છે. આ સ્તોત્રના ઉક્ત વિધિમાં બે અપવાદ છે.
(૧) સ્ત્રીઓ અર્થાત્ સાધ્વી અને શ્રાવિકાઓને આ સ્તોત્ર બોલવાનો નિષેધ