________________
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર-વિવેચન
૨૯૩ “સાત લાખ” જોવું.
૦ માવો ઘમ-નિર્વિ-નિર-ત્તિો - ભાવથી ધર્મને વિશે પોતાનું ચિત્ત સ્થાપ્યું છે એવો હું, અંતરના ભાવથી ધર્મમાં પોતાના ચિત્તનું સ્થાપન કરનાર એવો હું (એટલે ક્ષમા માંગનાર)
૦ માવો - ભાવથી, અંતરના ભાવપૂર્વક. ૦ ઘનિહિમ - ધર્મને વિશે સ્થાપ્યું છે, ધર્મમાં સ્થાપનાર ૦ નિય વિત્તો - પોતાનું ચિત્ત (એવો હું) – ધર્મમાં નિજ-ચિત્તને સ્થાપિત કરનાર.
કષાય પ્રતિક્રમણ' કરનાર સાધુ સર્વ જીવરાશિના જીવો પ્રત્યે થયેલ કષાયના ઉદયની ક્ષમા માગે છે. તે કહે છે–
હું અંતઃકરણની સાચી ધર્મ-ભાવનાપૂર્વક જીવ-રાશિના સકલ જીવોની તેમના પ્રત્યે થયેલા કષાય અંગે ક્ષમા માંગુ છું અને તેમને પણ ક્ષમા આપું છું - આ જ વાતને જણાવવા માટે સૂત્રકારશ્રીએ આ ગાથા-૩માં જણાવ્યું છે
• સવ્વ નાવડા નામ ૩ પિ - તેમના સર્વે અપરાધો ખમાવીને, હું પણ સર્વે જીવોએ કરેલા અપરાધને ખમું છું અર્થાત્ તેમની ક્ષમા માગીને હું તેમને ક્ષમા કરું છું.
– ગાથા-૩નો ઉત્તરાર્ધ, ગાથા-૨માં પણ ઉત્તરાર્ધરૂપે આવી ગયેલ છે. તેથી અર્થની દૃષ્ટિએ બંને સમાન છે - વિશેષ એટલું કે ગાથા-૨માં સકલ શ્રી સંઘ સાથે ક્ષમાનું આદાન-પ્રદાન થયેલું છે, જ્યારે અહીં સર્વ જીવો સાથે ક્ષમાનું આદાનપ્રદાન છે.
૦ આ ગાથામાં મહત્ત્વપૂર્ણ વાક્ય છે - “ભાવથી ધર્મમાં પોતાનું ચિત્ત સ્થાપન કરનારો એવો હું.”
ગાથા-૧ માં જેમ “તિવિહેણ” મૂક્યું - મન, વચન, કાયા ત્રણેના યોગથી ક્ષમા માંગી, વળી ફક્ત “ક્ષમા માંગુ છું. એટલું જ વિધાન કર્યું પણ હું આચાર્યાદિને ક્ષમા કરું છું એવું ન કહીને તે સર્વેનું ગૌરવ જાળવ્યું અને મહત્તા પ્રદર્શિત કરી.
ગાથા-૨ માં “અંજલિ કરિઅ સીસે” એવો મહત્ત્વનો પ્રયોગ કરીને સકલ શ્રી સંઘ પરત્વે વિનય-બહુમાન પ્રગટ કર્યું.
તેમ આ ગાથા-રૂમાં “ધર્મમાં સ્થાપિત ચિત્ત જેનું છે તેવો હું' એમ કહીને અંતરના ભાવપૂર્વક એક મહત્ત્વની વાત કહી દીધી કે આ ક્ષમા આદાન-પ્રદાન કરનાર કેવો છે ? ભાવથી ધર્મમાં પોતાનું ચિત્ત સ્થાપન કરનારો. જેનું ચિત્ત ધર્મમય હોય, ધર્મમાં જ સ્થાપિત હોય એવો આત્મા દુર્ગતિમાં જઈ જ કઈ રીતે શકે ? દુર્ગતિમાં ન જવા માટે કષાયયુક્ત મનવાળો રહી ન શકે. કષાયને ઉપશમાવવા સમાનું આદાન-પ્રદાન જીવ માત્ર સાથે કરવું જ જોઈએ એવા ભાવથી સર્વે જીવોની ક્ષમા માગે અને સર્વે જીવોને ક્ષમા કરે. ખમાવે અને ખમે.
n વિશેષ કથન :