________________
૨૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
જીવવું અને સકલ શ્રી સંઘનું ગૌરવ વધે તેવી પ્રવૃત્તિ-આચરણ કરવું જોઈએ. પણ તેમ કરતી વખતે કોઈ શિથિલતા કે પ્રમાદ પણ આવી જાય. સંઘના નિયમો કે સામાચારીના વિષયમાં કોઈ પ્રકારે કષાય પણ ઉદ્ભવ્યો હોય તેવું બની શકે. ત્યારે શું કરવું ? તે ગાથામાં આગળ કહે છે–
ભવનો સંશત્તિ રિઝ સીલે - મસ્તકે અંજલિ કરીને – બે હાથ જોડી લલાટે લગાડીને તે પૂજ્ય એવા.
૦ વિમો - પૂજ્યને, ભગવરૂપને ૦ અંર્તરિ - અંજલિ કરીને, બે હાથ જોડીને ૦ સીસે - શીર્ષ પર, મસ્તક પર, લલાટે.
– ગાથાનો પૂર્વાર્ટ રજૂ કરતા આ પ્રમાણે કહી શકાય કે, “કષાયપ્રતિક્રમણ કરનાર સાધુ-મસ્તકે બંને હાથ જોડીને - અંજલિ કરીને પૂજ્ય અથવા ભગવદૂરૂપ એવા સકલ શ્રમણ (પ્રધાન) સંઘની...
સવ્વ વનાવા - તેઓ સર્વને ખમાવીને, તે સર્વેના કરેલા અપરાધોની
ક્ષમા માગીને.
– અહીં સવ્વ એટલે સર્વે-અર્થાત્ સકલ શ્રમણસંઘ પ્રત્યે કરેલા બધાં અપરાધોની - અને -
– વમવિતા - (સમયિત્વા) ખમાવીને, ક્ષમા માગીને
• નમિ સવ્યસ્ત દર્ય પિ - હું પણ સર્વેને ખમું છું, તે સર્વના કરેલા અપરાધની હું ક્ષમા કરું છું.
– સકલ શ્રમણસંઘની ક્ષમા માગીને હું પણ સર્વેને ક્ષમા કરું છું.
– અહીં પૂજ્ય કે ભગવરૂપ એવા સકલ શ્રી સંઘ પરત્વે કોઈ કોઈ અપરાધ થયો હોય - કોઈ સંભવિત દોષ થયો હોય કે કોઈએ કંઈ અપરાધ કર્યો હોય તો તે માટે ક્ષમાનું આદાન-પ્રદાન કરીને અર્થાત્ ખમાવીને અને ખમીને વેરની વિષમવૃત્તિ કે કષાયની પરિણતિથી મુક્ત થવાય છે. અથવા તે આત્મા મુક્ત થાય છે.
૦ અહીં હર્યાપ એટલે અહમ્ પ - હું પણ.
૦ હવે ત્રીજી ગાથમાં સૂત્રકાર શ્રી સર્વજીવરાશિ સાથે ક્ષમાનું આદાનપ્રદાન કરવાની વાત જણાવે છે. સૌથી નિકટવર્તી એવા આચાર્યાદિને ખમાવ્યા પછી, થોડા દૂરવર્તી એવા સર્વશ્રમણ સંઘ સાથે ક્ષમાનું આદાન-પ્રદાન કર્યું અને હવે જે સર્વે જીવો સાથે સહવાસ-સંપર્ક આદિ થયા હોય, તે જીવોની સાથે ક્ષમા માંગવા અને આપવાની છે. તે આ રીતે–
• સબત નીવરસિત્સવ - સર્વ જીવસમૂહને. ૦ સવ્વ - સર્વ સકળ સઘળી. ૦ નીવરલ - જીવોનો સમૂહ, ચોર્યાશીલાખ જીવયોનિમાં રહેલા સર્વે જીવો. – નીવ શબ્દ માટે સૂત્ર-૫ ‘ઇરિયાવહી' અને નવરાતિ માટે સૂત્ર-૩૧