________________
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર-વિવેચન
૨૯૧ હેતુથી સર્વ પ્રથમ આચાર્ય આદિ છે ને સ્મરણમાં લાવીને તેમની ક્ષમાયાચના કરાઈ છે.
બીજી ગાથામાં સકલશ્રી સંઘની ક્ષમાપના કરાઈ છે, કેમકે ગણ કરતાં પણ મોટો વિસ્તાર સંઘનો છે, આચાર્યાદિ સાથેના સહવાસ કે સંસર્ગ પછીનો ક્રમ શ્રી સંઘનો છે, તેથી બીજી ગાથામાં તેમને સ્થાન આપ્યું છે. તે આ પ્રમાણે છે
• સવ્વસ સમારંથસ - સકલ શ્રી શ્રમણસંઘને, સર્વ સાધુ સમુદાયરૂપ સમૂહને.
૦ સવ્વ - સર્વ, સકળ આ શબ્દ શ્રમણ સંઘના વિશેષણરૂપે છે. ૦ સમUસંઘ - શ્રમણસંઘ, શ્રમણોનો સમુદાય. – શ્રમણસંઘ અર્થાત્ “શ્રમણ પ્રધાન સંઘ" એવો અર્થ પણ છે.
- શ્રમણ છે પ્રધાન જેમાં તેવો શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે શ્રમણ સંઘ
– અહીં આપણે સાધુની માંડીને કુલ-ગણ સુધીને યાદ કરવા પડશે, પછી સંઘની વ્યાખ્યા સમજવી પડશે.
સાધુઓની એકાદ ટુકડી (ચાર કે પાંચ સાધુ) સાથે વિચરતા હોય તેમાં એક વડીલ કે રત્નાધિક સાધુ હોય તેને ગણાવચ્છેદક કહે છે. આવા અનેક ગણાવચ્છેદકોનો સમૂહ કોઈ આચાર્યની નિશ્રામાં - તેમના આજ્ઞાવર્તીપણે વર્તતો હોય છે. આવા એક આચાર્યની સંતતિ અર્થાત્ એક ગુરુનો શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર કે જેમની સામાચારી આદિ સમાન હોય છે, તેવા એકથી વધુ આચાર્યના સર્વે સાધુઓનો સમૂહ મળીને એક કુલ બને છે.
આવા અનેક કુલો એકઠા થાય (બીજા મતે ત્રણ કુલો ભેગા થાય) ત્યારે પરસ્પર અપેક્ષા રાખનારા કુલોનો જે સમૂહ થાય તેનો એક ગણ બને છે. (અહીં ગણ એટલે માત્ર “સમાન વાચના ગ્રહણ કરનારનો વર્ગ” એટલો જ અર્થ લેવાનો નથી.)
આવા તમામ ગણો એકઠા થાય ત્યારે જે સાધુસમૂહ થાય તે સમૂહને સંઘ કહે છે. જે “શ્રમણસંઘ'' કહેવાય છે. એટલે પ્રત્યેક સાધુ આ શ્રમણસંઘના સભ્યરૂપે હોય છે. તેની મૂળ વ્યવસ્થા એવી હતી કે એક સંઘાચાર્ય હોય, તેના હાથ નીચે અર્થાત્ આજ્ઞામાં કેટલાંયે ગણાચાર્યો હોય, પ્રત્યેક ગણાચાર્યની આજ્ઞામાં કેટલાંયે કુલાચાર્ય હોય છે. પ્રત્યેક કુલાચાર્યની આજ્ઞામાં અનેક આચાર્યઉપાધ્યાયો-સાધુઓ હોય છે. આવું શ્રમણસંઘનું સ્વરૂપ છે.
જ્યારે “શ્રમણ પ્રધાન સંઘ" એ વ્યાખ્યા ગ્રહણ કરીએ ત્યારે પણ એક વિશાળ સંઘમાં શાખા-પ્રશાખા રૂપ કુલ-ગણ-આચાર્ય આદિ સહિત શ્રમણ-શ્રમણી, શ્રાવક-શ્રાવિકારૂપ સંઘ હોય છે.
આવા સંઘ દ્વારા પરમાત્માની આજ્ઞાનુસાર રજૂ થયેલા આદર્શોને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો, તેમના નિર્મીત કરાયેલ સામાચારી-નિયમો મુજબ જીવન