________________
૨૮૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
૦ સાધર્મિક - સમાનધર્મથી ચાલે તે સાધર્મિક.
- અહીં સામાન્યથી સાધુને માટે સાધુને સાધર્મિક ગણવા અને ઉપલક્ષણથી શ્રાવકને પણ સાધર્મિક કહી શકાય છે.
– પ્રશ્રવ્યાકરણની વૃત્તિમાં કહ્યું છે - લિંગ (વેશ) અને પ્રવચનથી જે સમાનધર્મી હોય તે સાધર્મિક કહેવાય. દશવૈકાલિકની વૃત્તિમાં તેના ચાર ભાંગા બતાવ્યા છે - (૧) પ્રવચનથી સમાન હોય પણ લિંગ-વેશ વડે સમાન ન હોય. (૨) લિંગથી સમાન હોય પણ પ્રવચનથી સમાન હોય, (૩) લિંગ અને પ્રવચન બંનેથી સમાન હોય, (૪) લિંગ કે પ્રવચન એકમાંથી સમાન ન હોય. (આ ચોથો ભેદ નિરર્થક છે.)
– સમવાયાંગ સૂત્ર વૃત્તિ મુજબ - ગીતાર્થ સમુદાયમાં વિચરતા એવા સંવિગ્રને સાધર્મિક કહે છે.
– ઠાણાંગસૂત્ર વૃત્તિ મુજબ - સમાન ધર્મ એટલે સધર્મે. તેના વડે વિચરનાર તે સાધર્મિક અર્થાત્ સાધુ.
– ભગવતીજી સૂત્રવૃત્તિ - સાધર્મિક એટલે સમાન સાધુ જ્યારે આચારાંગ સૂત્ર વૃત્તિ મુજબ - સાધર્મિક એટલે બીજા સાધુ.
– આ પદનો સંબંધ આ ગાથાના ઉત્તરાર્ધ સાથે છે. • - - કુલ અને ગણ પ્રત્યે, કુલ અને ગણના સંબંધમાં
- ન - એક આચાર્યનો પરિવાર કે એક આચાર્યના શિષ્યોનો સમુદાય તેને કુલ કહેવામાં આવે છે.
– ઠાણાંગસૂત્રવૃત્તિ - ચાંદ્ર આદિ નામે પ્રસિદ્ધ એવો સાધુસમુદાય-વિશેષરૂપ એ કુલ કહેવાય છે.
– પ્રશ્રવ્યાકરણસૂત્રવૃત્તિ, ગચ્છ, સમુદાયરૂપ જે ચાંદ્ર, નાગેન્દ્ર આદિ નામે ઓળખાય છે તેને કુલ કહે છે.
- TUM - ઘણાં આચાર્યોનો પરિવાર તે “ગણ' કહેવાય. – પ્રશ્નવ્યાકરણસૂત્રવૃત્તિ - એક સામાચારી વાળાનો સમૂહ.
– આવશ્યક સૂત્રવૃત્તિ - એક વાચના-આચાર અને ક્રિયાસ્થાનોની સમાનતાવાળો સમુદાય કે સૂત્રને “ગણ' કહે છે.
- બૃહદુકલ્પસૂત્રવૃત્તિ - અનેક કુલોનો સમુદાય તે ગ.
– ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશક-૮માં જો કે અલગ જ વ્યાખ્યા અભયદેવ સૂરિ કૃત્ વૃત્તિમાં જોવા મળે છે. તેમના કહેવા મુજબ – “એક આચાર્યની સંતતિને “કુલ" જાણવું અને પરસ્પર અપેક્ષા રાખનારા એવાં ત્રણ કુલોના સમુદાયને એક “ગણ જાણવો.
- આ પદનો સંબંધ ગાથાના ઉત્તરાર્ધ સાથે છે. ૦ ૩ - અને • ને જે લાયા - મેં જે કોઈ કષાય કર્યા હોય.