________________
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર-શબ્દજ્ઞાન
૨૮૭
અ - અને
મે - મેં કેઈ - કોઈપણ
કસાયા - કષાયો (કર્યા) સā - સર્વેને
તિવિહેણ - ત્રણ પ્રકારે ખામેમિ - હું નમાવું છું, હું ક્ષમા માંગુ છું. સબ્યસ્સ - સર્વ
સમણસંઘમ્સ - શ્રમણસંઘને ભગવઓ - પૂજ્યને
અંજલિ - બે હાથ જોડીને કરિય - કરીને
સીસ - મસ્તક પર સā - સર્વ (અપરાધ)ને
ખમાવઇત્તા - ખમાવીને ખમામિ - ખમું છું
સબ્યસ્સ - સર્વના અહયંપિ - હું પણ જીવરાસિમ્સ - જીવસમૂહને
ભાવઓ - ભાવથી ધમ્મ - ધર્મને વિશે
નિતિય - સ્થાપ્યું છે નિય ચિત્તો - પોતાનું ચિત્ત, (જેણે એવો હું) .. વિવેચન :
આ સૂત્ર ક્ષમાપના સંબંધી સૂત્ર છે, તેમાં આચાર્યાદિને ખમાવવામાં આવતા હોવાથી તેને “આયરિઆઈ-ખામણા સૂત્ર' કહે છે. પણ વ્યવહારમાં તે “આયરિય ઉવજ્ઝાએ” સૂત્રના નામથી પ્રસિદ્ધ છે, કેમકે આ સૂત્રના આદ્ય પદો “આયરિય ઉવજઝાએ' છે. તેથી બધાં સૂત્રોની જેમ આ સૂત્ર પણ આદ્ય પદોને આધારે ઓળખાય છે.
માયરિક-વાણ - આચાર્ય અને ઉપાધ્યાય પ્રત્યે, આચાર્ય અને ઉપાધ્યાયના સંબંધમાં.
– અહીં આચાર્ય અને ઉપાધ્યાય બંનેને સાથે લઈને વિભક્તિ મૂકી છે.
૦ ‘મારિયે' શબ્દના વિવેચન માટે સૂત્ર-૧ નવકારમંત્ર' તથા સૂત્ર-૨ પંચિંદિય સંવરણો' જોવું.
૦ “હવેબ્સાઈ' શબ્દના વિવેચન માટે સૂત્ર-૧ “નવકારમંત્ર' જુઓ. – આ બંને પદનો સંબંધ ગાથા-૧ના ઉત્તરાર્ધ સાથે છે. • સ - શિષ્ય પરત્વે, શિષ્યના સંબંધમાં.
- જે શિક્ષણ આપવા યોગ્ય હોય, ઉપદેશ આપવા યોગ્ય હોય તે “શિષ્ય' કહેવાય છે.
- જેના નામથી જેની દીક્ષા થઈ હોય તે ગુરને માટે તે ચેલો પણ શિષ્ય કહેવાય છે.
– ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે, જે અનુશાસિત અથવા શિક્ષિત કરવાનું શક્ય હોય તે શિષ્ય કહેવાય છે.
– આ પદનો સંબંધ આ ગાથાના ઉત્તરાર્ધ સાથે છે. • સમિા - સાધર્મિક પ્રત્યે, સમાનધર્મીના સંબંધમાં.