________________
૨૮૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
સૂત્ર-૩૭
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર
આયરિયાઈ-ખામણાસૂત્ર
= સૂત્ર-વિષય :
આ સૂત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ, સકલસંઘ, સર્વજીવો પરત્વે જે કંઈ ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય થયેલ હોય તેની તથા સર્વે અપરાધોની ક્ષમાપના કરાઈ છે.
# સૂત્ર-મૂળ :
આયરિય-ઉવજ્ઝાએ, સીસે સાહમ્મિએ કુલ-ગણે અ; જે મે કેઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ.
સવ્વસ્સ સમણસંઘસ, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સર્વાં ખમાવઈત્તા, ખમામિ સવ્વસ્સે અહયં પિ.
સવ્વસ્ટ જીવરાસિસ્ટ, ભાવઓ ધમ્મ-નિહિઅ-નિય-ચિત્તો; સર્વાં ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અત્યં પિ. = સૂત્ર-અર્થ :
-
– શબ્દ-જ્ઞાન :
M
આયરિય - આચાર્ય સીસે - શિષ્યોને
કુલ - એક આચાર્યનો પરિવાર, એક આચાર્યનો શિષ્ય સમુદાય
ગણ ઘણાં આચાર્યનો પરિવાર, ત્રણ કુલોનું નામ તે ગણ
૧.
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ પરત્વે મેં જે કંઈપણ કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) કર્યા હોય, તે સર્વેની હું મન, વચન, કાયાથી ક્ષમા માંગુ છું (તેમને ખમાવું છું)
૧
મસ્તક ઉપર બે હાથ જોડીને (અંજલિ કરીને), પૂજ્ય એવા સર્વ શ્રમણ (પ્રધાન ચતુર્વિધ) સંઘની ક્ષમા માંગીને (સર્વ અપરાધો ખમાવીને) હું પણ તેમને ક્ષમા આપું છું. (તે સર્વેના કરેલા અપરાધને હું પણ ખમાવું છું.)
ર
ભાવથી ધર્મને વિશે પોતાનું ચિત્ત સ્થાપ્યું છે એવો હું (અંતઃકરણની સાચી ધર્મભાવનાપૂર્વક) જીવરાશિના સકલ જીવો (પ્રત્યે મેં કરેલા સર્વે અપરાધો)ની ક્ષમા માંગીને (-સર્વ અપરાધ ખમાવીને) હું પણ તેમને ક્ષમા આપું છું (- તે સર્વેના કરેલા અપરાધને હું પણ ખમાવું છું.)
ઉવજ્ઝાએ - ઉપાધ્યાયને સાહમ્મિએ - સાધર્મિકને
૨
3