________________
અભુઠિઓ સૂત્ર-વિશેષ કથન
૨૮૫ (૧) વંદન કરતી વેળાએ
(૨) પ્રતિક્રમણ ક્રિયામાં (૧) વંદનમાં :- વંદનના ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. જેમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ વંદનમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે. મધ્યમ વંદન-નો વર્તમાન વિધિ એવો છે કે, તેમાં ગુર સન્મુખ પહેલા બે ખમાસમણ (પ્રણિપાત) ક્રિયા થાય છે. પછી “ઇચ્છકાર" સૂત્રનો પાઠ બોલાય છે, પછી પદસ્થ ગુરુદેવો હોય તો ફરી ખમાસમણ દેવાય છે. ત્યારપછી આ “અભુઠિઓ પાઠપૂર્વક વંદના-ખામણા થાય છે.
આ મધ્યમ વંદન ઉભયકાળ તો કરવાનું જ હોય છે, તે સિવાય પણ ગુર નિશ્રાએ સામાયિક, પ્રતિક્રમણ, સૂત્ર કે ગાથા લેતી વખતે, ગૌચરી માટે નિમંત્રણા કરતી વખતે, વ્યાખ્યાન શ્રવણાર્થે, આલોચના ગ્રહણ કરવી હોય ત્યારે ઇત્યાદિ અનેક પ્રસંગે કરવાનો વિધિ છે.
૦ ઉત્કૃષ્ટ વંદન કે જેને દ્વાદશાવર્ત વંદન કહે છે, તેમાં પણ આ ‘અભુઠિઓ'ના પાઠપૂર્વક વંદન થાય છે. શ્રાવકોમાં જો કે હાલ આ વિધિ-પ્રવૃત્તિ જોવા મળતી નથી, પણ પૌષધમાં રાઈ મુહપત્તિની ક્રિયા કરે ત્યારે તેમાં “અભુઠિઓ"ના પાઠ પૂર્વક વંદન-ખામણા થાય છે.
(૨) પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન :
દેવસિ અને રાઈ પ્રતિક્રમણ કરતી વેળાએ વંદિતુ સૂત્ર બોલ્યા પછી વાંદણા લઈને “અભુઠિઓ"ના પાઠપૂર્વક અપરાધ-સામણારૂપ આ વંદન થાય છે.
પકિંખ, ચઉમાસિ અને સંવચ્છરિ - એ ત્રણે પ્રતિક્રમણમાં આ જ સૂત્રપાઠનો ઉપયોગ તો રાઈ અને દેવસિ પ્રતિક્રમણ મુજબ એક-એક વખત જ થાય છે. પણ સામાન્ય શાબ્દિક ફેરફાર પૂર્વક આ સૂત્રપાઠનો ઉપયોગ પકિન આદિ પ્રતિક્રમણમાં બીજા ત્રણ-ત્રણ વખત થાય છે. (૧) સંબુદ્ધા ખામણાં પૂર્વક, (૨) પત્તા ખામણણ પૂર્વક અને (૩) સમત્ત ખામણાં પૂર્વક.
સૂત્ર-નોંધ :– આ સૂત્ર આવશ્યક સૂત્રના અધ્યયન-પમાં છે. – આ સૂત્રની ભાષા આર્ષ-પ્રાકૃત છે.
– ઉચ્ચારણ દૃષ્ટિએ જોડાક્ષર અને અનુસ્વારમાં તો સાવધાની જરૂરી જ છે. જેમકે “અભુઠિઓએને બદલે “અભુ' કે “ઠિઓ" બોલતા જોવા મળે છે. અભિંતરને બદલે “અભિ” કે “અભિ” બોલતા હોય છે. એ જ રીતે અપત્તિ"ને બદલે “અરપત્તિએ" બોલતા હોય છે. આવી ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ.
– વંદન ક્રિયા વખતે “અભુઠિઓ” જે રીતે બોલાય છે, તેની ક્રિયા વિધિ બરાબર જાળવવી.
-~-
~