________________
૨૮૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
ધર્મનું મૂળ છે. જે પરંપરાએ નિશ્ચલ એવા મોક્ષ સુખને આપે છે. તેથી મોક્ષ કે નિર્વાણસુખની ઇચ્છા કરનાર સાધકે ગુરુનો વિનય નિરંતર અને પ્રત્યેક રીતે કરવો જોઈએ. ચારિત્રના યોગ્ય પાલન માટે પણ ગુરુનો વિનય નિતાંત ફળદાયી છે.
ધર્મરત્ન પ્રકરણની ૧૨૬મી ગાથામાં કહ્યું છે કે, ગુરુના ચરણની સેવા કરવામાં મગ્ન અને તેમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર એવા સાધુ ચારિત્રનો ભાર વહન કરવાને શક્તિમાન થાય છે. બીજો નહિ જ. એ વાત નક્કી સમજવી.
– તેથી ગુરુને વિનયથી આરાધવા તેમજ પ્રસન્ન કરવા. તેમ છતાં પ્રમાદથી કે કોઈપણ કારણે તેમનો અવિનય થાય કે આશાતનાનું કારણ ઉત્પન્ન થાય તો ગુરુની મન, વચન, કાયાથી ક્ષમા માગવી. આ કારણે જ ગુરુને વંદન કરતાં, દિવસ અને રાત્રિનું પ્રતિક્રમણ કરતી વખતે તેમજ પક્ષ, ચાતુર્માસ, સંવત્સર દરમિયાન થયેલા અપરાધોની આલોચના કરતાં આ પૂર્વક ગુરુને ખમાવવાનો વિધિ છે.
ગુરુ પરત્વે અપરાધો થવાનો સંભવ કઈ રીતે છે ? તે વાતનો નિર્દેશ સૂત્રમાં કર્યો છે - આહાર પાણીના વિષયમાં, વિનય, વૈયાવચ્ચ વખતે, આસન ગ્રહણ કરતા, વાતચીત વગેરેના પ્રસંગોમાં ગુરુ મહારાજને સામાન્ય અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય તેવો સંભવ છે. કોઈ વિનયરહિત કૃત્ય કે જેનો શિષ્યને ખ્યાલ હોય અને શિષ્યને ખ્યાલ ન પણ હોય, પરંતુ ગુરુને બરાબર ખ્યાલ હોય.
આ પ્રત્યેક અપરાધને માટે શિષ્ય અંતરથી, ફરી તેવો અપરાધ ન કરવાના ભાવયુક્ત થઈને “મિચ્છા મિ દુક્કડં” આપે છે અર્થાત્ પોતાના દુષ્કૃત્ બદલ માફી માંગે છે.
અહીં ગુરુ શિષ્યોને ઉદ્દેશીને કહે છે – “અહમવિ વારિ તુમ્હ” હું પણ તમને ખમાવું છું. (તમને અવિનયથી રોકવા માટે મેં તમારા દોષોનું સ્મરણ કરાવતાં, તમને અતિચારોથી રોકતાં, તમારો પ્રમાદ ઉડાવવાની પ્રેરણા કરતાં અને કરવા યોગ્ય કાર્યોની વારંવાર પ્રેરણા કરતાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિને ઉત્પન્ન કરાવનાર થયું હોય તે સંબંધી મારું સર્વદુષ્કૃત મિથ્યા થાઓ)
૦ આ સૂત્રમાં પ્રાપ્ત પાઠાંતરો :
“ભગવન્" શબ્દને બદલે “ભગવ” પ્રયોગ પણ જોવા મળે છે, તો વળી યોગશાસ્ત્ર-વૃત્તિમાં આ પદનો ઉલ્લેખ જ નથી.
અબભૂઠિઓ પછી “મિ'ને બદલે “હું” પાઠ પણ મળે છે. જો કે અર્થની દૃષ્ટિએ બંનેના અર્થ સમાન છે. “અડુિ” પાઠાંતર પણ મળે છે.
ખામેઉ"ને બદલે “ખામેમિ" પાઠ પણ મળે છે, પણ ત્યાં ખામણા કરવાની ઇચ્છાનો “ખમાવું છું" અર્થ નીકળે છે.
“અપત્તિ"ને બદલે “અપ્પત્તિ" પાઠ પણ મળે છે. “જાણામિ''ને બદલે “યાણામિ" પાઠ પણ મળે છે. ૦ સૂત્રનો ક્રિયામાં ઉપયોગ :આ સૂત્ર ક્રિયામાં મુખ્યત્વે બે પ્રકારે ઉપયોગી બને છે–