________________
અબભુઠિઓ સૂત્ર-વિવેચન
૨૮૩ જાણવી. (આ પ્રમાણે યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવેલ છે.)
૦ વિધિપૂર્વક અપરાધ ખમાવતા અનેક ભવ્યજીવો કેવળજ્ઞાન પામ્યા છે. આ વિષયમાં ચંડકાચાર્યના શિષ્યની કથા છે.
ઉજ્જૈની નગરીમાં ચંદ્રાચાર્ય નામે આચાર્ય હતા, સ્વભાવથી તે ક્રોધી હતા. કોઈ વખતે નવ પરિણીત એક યુવાન, મિત્રો સાથે તેમની પાસે આવ્યો. મિત્રોએ આચાર્ય મહારાજ પાસે મશ્કરી કરી કે અમારા આ મિત્રને દીક્ષા લેવી છે. આચાર્ય મહારાજે જોયું કે હજી આ મીંઢળબંધો યુવાન છે, મજાક-મશ્કરીમાં મને દીક્ષા માટે કહી રહ્યા છે. તેમણે ક્રોધાવેશમાં રાખ લઈને પેલા યુવાનનો લોચ કરી દીધો. યુવાનને દીક્ષા આપી દીધી, મિત્રો તો ભયથી નાસી ગયા.
નવદીક્ષિત શિષ્ય એ આચાર્ય મહારાજને કહ્યું કે, આપે મને દીક્ષા તો આપી દીધી, પણ હું તો હજી તાજો જ પરણેલો છું. જો મારા ઘરના આ વાત જાણશે તો ધમાલ થશે. માટે, ચાલો આપણે અહીંથી નીકળી જઈએ. સમય-સંજોગ વિચારી રાત્રિના જ બંનેએ વિહાર કર્યો. આચાર્યશ્રી વૃદ્ધ હતા, બરાબર ચાલી શકતા ન હતા. તેથી તેમને ખભે બેસાડીને નવદીક્ષિત સાધુ ચાલ્યા. રસ્તા ઊંચા નીચા અને અંધારી રાત્રિ હોવાને કારણે સાધુથી બરાબર ચલાતું ન હતું અને આચાર્યશ્રીને આંચકા આવતા હતા. તેમણે ક્રોધથી નવા સાધુને મસ્તકે દાંડો માર્યો. તાજો જ લોચ થયેલા મસ્તકથી લોહી વહેવા લાગ્યું. નવદીક્ષિતે વિચાર્યું કે મારા કારણે ગુરુજીને ઘણું કષ્ટ થાય છે, ગુરુ પ્રત્યેના ભક્તિ અને વિનયથી ચિંતવતા નવા સાધુ શુક્લધ્યાનની ધારાએ ચડીને કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાનના પ્રકાશમાં બધું બરાબર દેખાતું હોવાથી શિષ્ય સાધુ બરાબર ચાલવા લાગ્યા. ગુરુ મહારાજે પૂછયું કે કેમ, હવે બરાબર ચાલવા લાગ્યો ? શિષ્ય કહે, આપની કૃપાથી. ગુર ભગવંતે આશ્ચર્યથી પૂછયું કે તને કોઈ જ્ઞાન થયું છે ? ત્યારે ખ્યાલ આવ્યો કે અરે! આ તો કેવળજ્ઞાની છે તુરંત આચાર્યશ્રી ખભેથી ઉતરી ગયા. પશ્ચાત્તાપ કરતા તેઓ પણ કેવળજ્ઞાન પામ્યા.
જેવી રીતે શિષ્યએ ગુરુનો વિનય કરવાથી અને આચાર્ય મહારાજે ખમાવવા દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે જ રીતે ભાવથી ખામણાં ખામતાં અનેક ભવ્યજીવો કેવળજ્ઞાન પામ્યા છે અને પામશે. In વિશેષ કથન :
આ સૂત્રનું એક નામ “અભુઠિઓ” છે. જે આ સૂત્રના આદ્ય પદને આધારે બોલાય છે. બીજું નામ “ગુરુખામણા સૂત્ર" છે. જેને “ગુરુ ક્ષમાપના" પણ કહે છે. આ સૂત્ર વડે શિષ્ય ગુરુ પરત્વે થયેલા નાના-મોટા અપરાધોને ખમાવે છે, તથા ગુર પણ સામેથી તેને ખમાવે છે. એટલે આ સૂત્રમાં ખામણા-ક્ષમાપનાની પ્રક્રિયાની મહત્તા હોવાથી તેને ખામણા અર્થાત્ ક્ષમાપના સૂત્ર કહે છે.
ક્ષમાપના માટે આવશ્યક ગુણ છે સરળતા અને નમ્રતા. આર્જવતાનો ગુણ વિકસવાથી સરળતા આવે છે. વિનયગુણ વિકસવાથી નમ્રતા આવે છે. વિનય એ