________________
૨૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ – બાદર એટલે એવું વર્તન કે જે વિશેષ પ્રાયશ્ચિત્તે શુદ્ધ થય. – આ બંને પ્રકારના વર્તનની શુદ્ધિ માટે માફી માંગવાની છે.
• તુમે નાદ સદં ર ગામિ - આપ જાણો છો (પણ) હું (તે) જાણતો નથી.
એવા પણ અપરાધો થયા હોય કે થવાની સંભાવના છે કે જે ગુરુના ખ્યાલમાં બરાબર આવી ગયા હોય અને શિષ્ય તેના વિશે કાંઈપણ જાણતો ન હોય. એટલે તેવા અપરાધોનું સૂચન પણ અહીં સૂત્રમાં કરવામાં આવેલ છે... અથવા...
- મિથ્યાદુષ્કતુથી શુદ્ધિ થઈ શકે તેવા સૂક્ષ્મ અને બાદર- અવિનયાદિથી થયેલા અપરાધો કે જેને આપ જાણો છો. કેમકે ઉચિત અનુચિત સર્વ ભાવોને જાણવામાં આપ સમર્થ છો, તેથી આપના જાણવામાં હોય અને હું મૂઢ હોવાથી ન જાણતો હોઉં - તેમજ - તે અપરાધો મેં ગુપ્તપણે કરેલા હોવાથી આપ ન જાણતા હો અને મેં સ્વયં કરેલા હોવાથી હું જાણતો હોઉં, વળી આપ પણ બીજાએ કરેલા હોય વગેરે કારણોથી જાણતા ન હો અને હું પણ વિસ્મૃતિ આદિના યોગે ન જાણતો હોઉં તથા આપની પ્રત્યક્ષ કરેલા હોવાથી આપ અને હું બંને તે અપરાધોને જાણતા હોઈએ.
આ રીતે ચારેય ભેદે કરેલા અપરાધોને અહીં “તુર્ભે જાણહ અહં ન જાણામિ' પદથી જાણવા.
* નાણામિ ને સ્થાને યોગશાસ્ત્રમાં કામ એવો પાઠ છે.
• તસ્સ મિચ્છા મિ દુ૬િ - તે સર્વે અપરાધોનું હું મિથ્યા દુષ્કૃત્ આપું છું અર્થાત્ તે સંબંધી મારું પાપ મિથ્યા થાઓ.
– આ પદની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૫ “ઇરિયાવહી” જોવું. તે સિવાય સૂત્ર-૧૦ “સામાઇય વયજુરો", સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ” ઇત્યાદિ ઘણાં સૂત્રોમાં આ પાઠ આવેલ છે.
૦ તસ - તેમાં. અહીં સપ્તમી વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો હોવાથી - “તેમાં" અર્થ કર્યો.
૦ મિચ્છા મિ “મારું પાપ મિથ્યા થાઓ.”
– અપ્રીતિવિષયક અને વિનયરહિત થયેલા મારા તે તે અપરાધો વિષયક “મારું પાપ મિથ્યા થાઓ.”
– અહીં “મિચ્છા મિ દુક્કડં' દુષ્ટ આચરણોનો પશ્ચાત્તાપ અથવા દોષોની કબૂલાત કરવા રૂપ પ્રતિક્રમણ અર્થને કહેનારું જૈન પારિભાષિક વાક્ય છે. તેને બદલે છું" એમ અધ્યાહાર સમજવું. એ રીતે “મિચ્છા મિ દુક્કડં” એ પાઠનો અર્થ અહીં આ પ્રમાણે જાણવો - “અપ્રીતિ વિષયક અને વિનયરહિતપણાના તે મારા અપરાધો, મને, મોક્ષમાર્ગની સાધનામાં વિરોધ કરનારા અને દુષ્કૃત્ અર્થાત્ પાપરૂપ છે, એમ પોતના દોષોની કબૂલાતરૂપે “પ્રતિક્રમણ" એટલે અપરાધની ક્ષમાપના