________________
અબ્યુટ્ઠિઓ સૂત્ર-વિવેચન
૦ અંતર્ભાષા અને ઉપરિભાષા–
ગુરુ મહારાજ કોઈ સાથે વાતચીત કરતા હોય અને કોઈ પણ વિષય પરત્વે પોતાના વિચારો દર્શાવતા હોય, તે સમયે વચ્ચે જ બોલી ઉઠવું કે, ‘“તમારી ભૂલ થાય છે, આ વાત આ પ્રમાણે નથી પણ તે પ્રમાણે છે - ઇત્યાદિ અથવા ગુરુ મહારાજ કોઈ વાત પૂર્ણ કરે, ત્યારે તુરંત જ તે વાતનું ખંડન કરીને કે તે વાતને વધુ વિસ્તારથી રજૂ કરે ત્યારે ગુરુ મહારાજને આવા પ્રસંગે સામાન્યથી કે વિશેષતાથી અપ્રીતિ ઉત્પન્ન થવાનો સંભવ છે. (આવી અપ્રીતિ થઈ હોય તો મારા તે દુષ્કૃત્ની માફી માંગુ છું.)
આ પ્રમાણે ઉપર કહ્યા તે-તે કાર્યો કરવામાં—
• નં િિત્ત જે કાંઈ, જે કંઈ સામાન્ય અથવા વિશેષરૂપમાં કે સમસ્તપણે. માઁ મારું, મારાથી
♦ વિળય-પરિહીનં - વિનયથી રહિતપણે, શિક્ષાથી રહિત અથવા ભક્તિ
વિનાનું.
Mede
ધર્મસંગ્રહમાં જણાવે છે કે, વિનયહીન એટલે ગુરુ મહારાજે આપેલી શિક્ષાથી વિપરીતપણે.
શ્રાદ્ધદિન કૃત્ય મુજબ-વિનય-પરિહીન એટલે ભક્તિથી રહિત થયું
-
૨૮૧
હોય તે.
૦ ગુરુ મહારાજ સાથે મુખ્યત્વે જે જે કાર્ય માટે પ્રસંગ પડે છે, તેનો સામાન્ય નિર્દેશ આ જ સૂત્રમાં પૂર્વે ‘ભત્તેપાણે’’ આદિ પદોથી કરવામાં આવ્યો છે. તેથી ભોજન-પાન ઇત્યાદિ સર્વ કોઈ પ્રસંગે જે કંઈ અપરાધ થઈ ગયો હોય, તેને આ ‘વિનય-પરિહીન' નામક શબ્દ-પ્રયોગથી સૂચિત કરવામાં આવેલ છે અર્થાત્ વિનયહીન વર્તન કરવાથી કે થવાથી મારા વડે જે કાંઈ અપરાધ થયેલો હોય (મારા તે દુષ્કૃત્ની માફી માંગુ છું - એ વાક્ય સંબંધ જોડવો)
આવું વર્તન કઈ રીતે થયું હોય તો માફી માંગવી ?
• सुहुमं वा बायरं वा સૂક્ષ્મ (થોડું) કે બાદર (વધારે) સુદુમં - સૂક્ષ્મ, નાનું કે અલ્પ પ્રાયશ્ચિત્તનો યોગ્ય
૭
૦ વાયર - બાદર, મોટું કે વિશેષ પ્રાયશ્ચિત્તને યોગ્ય.
યોગશાસ્ત્ર પ્રકાશ-૩ની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવે છે કે, જે અલ્પ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવું હોય તે સૂક્ષ્મ અને વિશેષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવું હોય તે બાદર કહેવાય. અહીં બે વખત ‘વા’ નો પ્રયોગ છે. તેથી સૂક્ષ્મ અને બાદર બંનેના વિષયોમાં ‘મિથ્યાદુષ્કૃત'' આપવાનું છે.
· થોડું કે વધારે, નાનું કે મોટું જે કંઈ અનુચિત વર્તન થયું હોય, એમ કહ્યું. વિનયરહિત વર્તનની સ્પષ્ટતા અહીં સૂક્ષ્મ અને બાદર એ બે પ્રકારો વડે કરવામાં આવી છે.
-
-
-
સૂક્ષ્મ એટલે એવું વર્તન કે જે લઘુપ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય.