________________
૨૮૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
૦ “આલાવે" એકવાર બોલવામાં, આલાપમાં
–- ધર્મસંગ્રહમાં પણ આ જ વાત કહી છે કે, “આલાવે” એટલે એકવાર બોલવા રૂપ આલાપમાં.
૦ સંલાવે” - વાતચીત કરવામાં, પરસ્પર વાતોમાં-વધારે બોલવા રૂપ સંલાપમાં.
- પરસ્પર કથા કરવા રૂ૫ વારંવાર બોલવામાં.
- ગુરની સાથે બોલવાનો તથા વાતચીત કરવાનો પ્રસંગ અનેક વાર આવે છે. તેમાં એકાદ વખત કોઈ એવું વચન બોલાયુ હોય તેમજ કોઈ વખતે એવી વાતચીત થઈ હોય કે જેથી ગુરુ મહારાજને સામાન્ય કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું થયું હોય. (તો તે દુષ્કૃત્ની માફી માંગુ છું એ વાક્ય જોડવું.)
• ઉદ્યાસ સમસો - ગુરુ કરતા ઊંચા આસને બેસવાથી, ગુરુના આસનની સમાન આસન રાખવામાં.
- યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ જ વાત કહેતા હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે
“ઉચ્ચાસણ" અર્થાત્ ગુરુના આસન કરતાં ઊંચા આસને બેસવું.
સમાસણ” અર્થાત્ ગુરુના આસનની સમાન આસન રાખવું.
– શિષ્યએ પોતાનું આસન ગુરુના આસન કરતાં નીચું રાખવું જોઈએ. તેના બદલે કોઈ કારણવશાત્ કે પ્રમાદથી પોતાનું આસન ઊંચુ રાખેલ હોય કે સમાન ભૂમિકાએ રાખેલ હોય, એ કારણથી ગુરુને સામાન્યથી કે વિશેષથી અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય. (તો મારું તે દુષ્કૃત્ મિથ્યા થાઓ - એમ સંબંધ જોડવો)
૦ અંતરમાર, કરિમાસ - વચ્ચે બોલવામાં કે વધારે બોલવા અથવા ટીપ્પણી કરવામાં.
૦ “અંતરભાસા" એટલે ગુર કોઈ સાથે કે કોઈ વાત કરી રહ્યા હોય તેની વચમાં બોલી ઉઠવું તે અંતર્ભાષા.
– આવશ્યક સૂત્ર-૫૮ની વૃત્તિમાં પણ આ જ વાત કહી છે કે, ગુરુ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું તે અંતર્ભાષા કહેવાય.
– “ઉવરિભાસા” - ગુરુએ કહ્યા પછી તે વાતને વિશેષપણે કહેવી તેને “ઉવરિભાષા” કહે છે. - - તુરંત, ઉપરાંત કે વિશેષ બોલવું, ટીકા કે ટીપ્પણી કરવી, વાત પુરી થાય કે તુરંત જ તેમાં કંઈ બોલવા લાગી જવું તે.
– ગુરુએ કરેલ કથન કે કહેલ વાત ઉપર વિશેષ અર્થમાં ટીકા-ટીપ્પણ કરવું કે તેમને સ્થાપેલી વાતનું ઉત્થાપન કરીને પોતાની વાતનું સ્થાપન કરવું તે ઉવરિભાસા કહેવાય છે.
– ગુરુ દ્વારા કથિત વિષયનું વિશેષ પ્રકારે ખંડન કરીને “સ્વભાષા' - પોતાની વાતની સ્થાપના કરવી તે ઉપરિભાષા.