________________
અબભુઠિઓ સૂત્ર-વિવેચન
૨૭૯ પ્રત્યે આપનો જે કોઈ અપરાધ થયો હોય (“તે મિથ્યા થાઓ" એ છેલ્લા વાક્ય સંબંધ અહીં જોડવો.
૦ આવું વર્તન ક્યા ક્યા વિષયોમાં સંભવે છે, તેનો નિર્દેશ હવે પછીના પદોથી સૂત્રકારશ્રી જણાવે છે.
મત્તે પાળે - ભોજન અને પાણીના વિષયમાં.
– મત્ત - ભોજન, મત્ત શબ્દનું સંસ્કૃત રૂપાંતર ભક્ત થાય છે. ભક્તના અનેક અર્થો છે. જેમકે સેવક, અન્ન, ઓદન, તાંદુલ, ભોજન, વિભાગ કરવો વગેરે. પણ આ સૂત્રમાં મત્ત શબ્દ ભોજનના અર્થમાં વપરાયેલો છે.
- યોગશાસ્ત્ર પ્રકાશ-૩, સ્વોપજ્ઞવૃત્તિમાં “ભત્ત' ભોજનના વિષયમાં” એવો અર્થ કર્યો છે. મન્ એટલે રાંધવું. તે પરથી મરું એટલે ભોજન શબ્દ બન્યો છે.
૦ પાન - પાણી. યોગશાસ્ત્ર પ્રકાશ-૩, સ્વોપજ્ઞ વૃત્તિમાં એટલે “પાણીના વિષયમાં" એવો અર્થ કર્યો છે.
– અહીં સાધુને આપવા યોગ્ય પ્રાસુક ભોજન-પાણી સમજવા.
- ગુરુ મહારાજ ભોજન કે પાણી માટે ઘેર પધારેલા હોય તે વખતે શ્રાવકથી-ગૃહસ્થથી વહોરાવતા પહેલા, વહોરાવતી વખતે અથવા વહોરાવ્યા પછી જો ગુરુ મહારાજ પ્રત્યે કંઈ સામાન્યથી અથવા વિશેષથી અપ્રીતિકર વર્તન થઈ ગયેલ હોય તો તે દુષ્કૃત્ની માફી માંગવી.
વિરે વેરાવ - વિનયના વિષયમાં કે સંબંધમાં, વૈયાવચ્ચના વિષયમાં કે સંબંધમાં.
– “વિનય" એટલે અભ્યત્થાન, આસનદાન, વળાવવા જવું ઇત્યાદિ ક્રિયાઓ સમજવી.
– ‘વિનય' શબ્દની વ્યાખ્યા સૂત્ર-૨૮ “નાણંમિ'માં જોવી.
૦ “વૈયાવચ્ચ - અહીં વૈયાવચ્ચ શબ્દથી ઔષધ તેમજ ઉપયોગી વસ્તુઓનું દાન, વિશ્રામણા આદિ સમજવા.
– “ધર્મસંગ્રહ'માં પણ લખ્યું છે કે, ઉભા થવું વગેરે વિનયમાં અને ઔષધ તથા પથ્ય અનુકૂળ આહારાદિથી સહાય કરવા રૂપ વૈયાવચ્ચમાં.
– ગુરનો વિનય સાચવવો અને ઉચિત વૈયાવૃત્ય કરવું, એ શિષ્યનું કર્તવ્ય છે, શિષ્યનો વિશિષ્ટ ધર્મ છે. તેમાં વિનય એ મુખ્યત્વે શિષ્ટાચારરૂપ છે અને વેયાવચ્ચ મુખ્યત્વે સેવા-ભક્તિરૂપ છે. આ વિનય અને વેયાવચ્ચ બંને નિર્મળ ભાવથી અને કોઈપણ આશંસા રહિતપણે આદરવામાં અને આચરવામાં આવે તો તે તીર્થંકર નામકર્મ બાંધવામાં નિમિત્તરૂપ બને છે. વીસસ્થાનકની આરાધનામાં વિનય અને વેયાવચ્ચ એ બંને સ્થાનોનો સમાવેશ થાય છે.
– આ વિનય અને વેયાવચ્ચ બંને ગુણોની આરાધના કરતાં જે કંઈ સામાન્ય કે વિશેષથી અપ્રીતિકર વર્તન થઈ ગયું હોય તો તે દુષ્કૃત્ની માફી માંગવી.
- બોલવામાં અને વાતચીત કરવામાં.