________________
૨૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ઉપશાંતિ થાય, વિનય અને બહુમાનની જાળવણી થાય તથા પોતાના આત્માની શુદ્ધિ થાય. અહીં માંફી માંગવી એ કોઈ દીનતા કે રંકતા નથી કેમકે તેમાં પારમાર્થિક હેતુથી અપરાધોની ક્ષમા માગવામાં આવેલી છે, પણ અહીં જાગૃત આત્મા દ્વારા સ્વસ્થતા પ્રાપ્તિનો સબળ પ્રયાસ છે. તેનું પરિણામ છે–“ચિત્તની પ્રસન્નતા.'
હવે સૂત્રકાર દિવસ દરમિયાન થયેલ અપરાધોના કારણો સૂત્રમાં જણાવીને કઈ કઈ બાબતે માફી માંગવી તેનો ઉલ્લેખ કરે છે–
૦ = વિવિ - જે કાંઈ પણ
આપત્તિ - અપ્રીતિક, અપ્રીતિ ઉપજાવનારું.
“અપતિએ” શબ્દ આર્ષ-પ્રયોગમાં છે, તેના સંસ્કાર “અપ્રીતિક... એ પ્રમાણે થાય છે. આ વિષયમાં યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં સ્વોપજ્ઞ વૃત્તિ કરતા આ વાત જણાવેલ છે - આષપ્રયોગથી “અપત્તિ'નો અર્થ અપ્રીતિમાત્ર એવો થાય છે.
આ શબ્દના બીજા પણ બે સંસ્કૃત રૂપાંતર કહેવાયા છે. (૧) પ્રત્યય એટલે ‘અપ્રીતિજનક". (૨) લાભપ્રત્યયં એટલે “પોતાના નિમિત્તે".
- આ શબ્દ પછી “પરંપત્તિ' પદ સૂત્રમાં આવે છે, તેથી તેની સાથેનો તુલનાત્મક અર્થ કરતા કહ્યું છે અલ્પ અપ્રીતિરૂપ અથવા સામાન્ય અપ્રીતિરૂપ તે “અપત્તિ”.
– પાઠાંતરમાં ૩પત્તિગં ને બદલે ૩પૂતિયું પણ મળે છે. • પત્તિ - વિશેષ અપ્રીતિ ઉપજાવનારું.
- યોગશાસ્ત્ર પ્રકાશ-૩ની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ પદની વ્યાખ્યા કરતા કહ્યું કે, પ્રકૃષ્ટ પ્રીતિ ઉપજાવનારું, પર-નિમિત્તવાળું કે પર-હેતુવાળું તે “પરપત્તિ' કહેવાય.
– ‘અપત્તિઅં' પદની તુલનાએ આ પદનો અર્થ “વિશેષ અપ્રીતિ ઉપજાવનારું' એ પ્રમાણે જાણવો.
૦ અપરાધ કે દોષનું સૂચન કરવા માટે અહીં તેના બે ભેદો કહ્યા છે – (૧) અપત્તિએ અને (૨) પરપત્તિએ.
(૧) અપત્તિએ - જે વર્તન સામાન્ય રીતે કે અલ્પ અપ્રીતિ ઉપજાવે તેવું હોય તેને “અપત્તિ” કહેવાય.
(૨) પરપત્તિએ - જે વર્તન વિશેષ પ્રકારે કે વધારે અપ્રીતિ ઉપજાવે તેવું હોય તેને “પરપત્તિ” કહેવાય.
૦ ઘર્મ સંગ્રહ માં કહે છે કે, “અપત્તિ” એટલે પોતાના નિમિત્તે અને “પરપતિએ” એટલે બીજાના નિમિત્તે.
– મારા નિમિત્તે કે કોઈ બીજાના નિમિત્તે પણ, આપના પ્રત્યે મારો કે મારા