________________
આયરિય ઉવજ્ઝાએ સૂત્ર-વિવેચન
૨૮૯
– આ આખું વાક્ય ગાથાના પૂર્વાદ્ધ સાથે સંબંધ ધરાવે છે. (૧) આચાર્ય પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. (૨) ઉપાધ્યાય પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. (૩) શિષ્ય પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. (૪) સાધર્મિક પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. (૫) કુલ પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. (૬) ગણ પ્રત્યે મેં જે કોઈ કષાયો કર્યા હોય. ૦ રૃ - કોઈપણ, કોઈપણ પ્રકારે. ૦ વસીય - એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ ભાવ કે વર્તન
( સામાન્યથી કસાય’ શબ્દના અર્થમાં બધાં ક્રોધ' એવું જ સમજે છે અને ખમાવવાની વાતમાં ‘ક્રોધ' માટે જ ખમાવવાનું એવો અર્થ કરે છે. તેથી અહીં સ્પષ્ટતા કરવી કે કસાયના ચાર મુખ્ય ભેદ છે અને તેમાં ક્રોધ, માન, માયા, લોભ ચારેનો સમાવેશ થાય છે.
– “કસાય' શબ્દની વ્યાખ્યા-વિવેચન માટે સૂત્ર-૨ “પંચિંદિય સંવરણો” સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ" સૂત્ર-૩૫ વંદિત્તસૂત્રમાં જોવા
૦ ને ' પછી યા પદ અધ્યાહાર છે. જ્યા એટલે કર્યા હોય.
૦ આ રીતે જે કષાયો આચાર્યાદિ પ્રત્યે કર્યા હોય અથવા તેમાંના કોઈપણને મેં કષાયો કરાવ્યા હોય તેનું શું કરવું ? તે વાતને સૂત્રકારશ્રી ચોથા ચરણમાં દર્શાવે છે.
• સબૈ તિવિ કામિ તે સર્વેને ત્રણ પ્રકારે - મન, વચન, કાયાથી હું ખમાવું છું, તેમની ક્ષમા માંગુ છું.
૦ તળે - તે સર્વેને. તે એટલે આચાર્ય, ઉપાધ્યાય આદિ. ૦ તિવિહેણ - ત્રિવિધને, ત્રણ પ્રકારે - મનથી, વચનથી, કાયાથી, ૦ સ્વામિ - (સમય) ખમાવું છું, ક્ષમા માંગુ છું.
ઉપરોક્ત ગાથામાં આચાર્ય આદિ છ ની ક્ષમા માંગવામાં આવી. (૧) આચાર્ય પરત્વે કરેલા કષાયની ક્ષમા યાચના - આચાર્ય એ સર્વે સાધુઓના વડીલ સ્થાને, સર્વોચ્ચ પદે બિરાજે છે. તેઓએ પોતાની આજ્ઞામાં રહેલા, હાથ નીચેના સાધુઓને સારણાદિ કરવાના હોય –
(૧) સારણા - સાધુઓની વારંવાર સાર-સંભાળ કરવી, તેમને સદાચારવાળા બનાવવા તેમના દોષોનું તેમને સ્મરણ કરાવવું.
(૨) વારણા - સાધુઓના ચારિત્રમાં અતિચાર લાગતો હોય કે અનાચાર થતો હોય તો તેનું નિવારણ કરવું.
(૩) ચોયણા - તે સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તો તેમને ઇષ્ટ ઉપયોગથી સન્માર્ગે વાળવા પ્રેરણા કરવી.
(૪) પડિચોયણા - કદાચ જરૂર પડે તો વારંવાર પ્રેરણા કરીને અથવા [3|19]