________________
અભુઠિઓ સૂત્ર-શબ્દજ્ઞાન
૨૭૫
માંગુ છું.
- શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - ઇચ્છાએ કરી સંદિસહ - આજ્ઞા આપો ભગવદ્ - હે ભગવંત !
અબભુઠિઓમિ - હું તત્પર થયો છું અભિંતર-દેવસિ - દિવસ દરમ્યાન થયેલા (અપરાધોને) ખામેઉ - ખમાવવાને
જે કિંચિ - જે કાંઈ અપત્તિએ - અપ્રીતિભાવ
પરપત્તિએ - વિશેષ અપ્રીતિભાવ ભર્ત - ભોજનના સંબંધમાં
પાણે - પાણીના સંબંધમાં વિણયે -વિનયના સંબંધમાં વેયાવચ્ચે - વૈયાવૃત્ય સંબંધમાં ઉચ્ચાસણે - ઊંચા આસને બેસવાથી સમાસણે - સમાન આસને બેસવાથી અંતરભાસાએ – વચ્ચે બોલવાથી ઉવરિભાસાએ - ટીપ્પણી કરવાથી જે કિંચિ - જે કાંઈ
મજુઝ - મારું વિણય-પરિહાણ - વિનયરહિત સુહુમ - સૂક્ષ્મ, થોડું, અલ્પ વા - અથવા, કે
બાયરે - બાદર, વધુ, મોટું તુબભે - આપ, તમે
જાણહ.- જાણો છો અહં ન જાણામિ - હું જાણતો નથી તસ્સ - તે મિચ્છા મિ દુક્કડં - મારું પાપ-દુષ્કૃત્ મિથ્યા થાઓ.
વિવેચન :
આ મધ્યમ વંદનના પાઠમાં આવતું સૂત્ર છે. તેને ગુરખામણા સૂત્ર કહે છે. આવશ્યક સૂત્રમાં પાંચમાં અધ્યયનમાં આવતા આ સૂત્રપાઠ સંબંધે આવશ્યકવૃત્તિમાં વિવેચન મળે જ છે. તે ઉપરાંત યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, શ્રાદ્ધદિનકૃત્ય, પડાવશ્યક બાલાવબોધ આદિ ગ્રંથોમાં પણ તેની ટીકા છે.
• રૂછાતા સંકિસદ મવિન્! હે ભગવંત ! હે પૂજ્ય ! ઇચ્છાએ કરીને - ઇચ્છાપૂર્વક (મને) આજ્ઞા આપો.
– આ પદની વ્યાખ્યા-વિવેચન સૂત્ર-૫ “ઇરિયાવહીમાં જોવું.
– હે ભગવંત ! બળજબરીથી નહીં, પણ આપની ઇચ્છા મુજબ રજા આપો.
– આ ભવન શબ્દનો ઉલ્લેખ યોગશાસ્ત્રમાં થયેલ નથી. ૦ શેની આજ્ઞા માંગે છે - તે હવે જણાવે છે– ૦ કરમુદ્રિો નિ - હું ઉપસ્થિત થયો છું. ૦ મુર્દિકો - અમ્યુત્થિત, ઉપસ્થિત થવું, સન્મુખ ઉભા થવું, તત્પર
થવું તે.
નિ - એટલે હં, મિ ને બદલે હું પાઠ પણ જોવા મળે છે.
– મ + હતુ + થા – સામે ઉભા થવું, આસનેથી ઉઠવું કે તત્પર થવું. તેના પરથી ‘પુસ્થિત' શબ્દ બન્યો.