________________
૨૭૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ – “અદ્ભુઠિઓમિ" હું અમ્યુત્થિત અર્થાત્ આપને ખામણા કરવાની તૈયારી વાળો થયો છું. અન્ય સર્વ ઇચ્છા છોડીને ખામણાં કરવાને માટે તત્પર થયો છું.
– હું સન્મુખ ઉભો થયો છું, આદરપૂર્વક ઉભો થયો છું.
- અમ્યુતિ શબ્દ ઇચ્છા કે અભિલાષાને રજૂ કરીને ક્રિયા કરવાની તત્પરતા બતાવે છે. અહીં ગુરુ ભગવંત પાસે ક્ષમા માગવાની અર્થાત્ ખમાવવાની માત્ર ઇચ્છા જ નથી તૈયારી-તત્પરતા પણ છે. એવું દર્શાવવા આ શબ્દ પ્રયોજાયેલ છે.
“અમ્યુત્થિત' શબ્દનો બીજો અર્થ પણ જોવા મળે છે. તે મુજબ આદરપૂર્વક ઉભા રહેવું કે ઉભા થવું - તે ભાવ સૂચવે છે. એ અર્થ પણ અહીં બંધ બેસતો જ આવે છે. કારણ કે ગુરની ક્ષમા દબાણથી કે બાહ્યોપચારથી માગવાની નથી, પણ તેમના પ્રત્યેના સંપૂર્ણ આદરભાવથી માગવાની છે.
૦ ઉપસ્થિત શાના માટે થયો છે, તે જણાવે છે–
• ભિંતર-રેસ વાનેj - દિવસ દરમ્યાન થયેલા અપરાધોને ખમાવવાને માટે. ૦ કિમંતર-દરમિયાન, અંદર
૦ ફેવર્ષિ - દિવસ સંબંધી - આખા પદનો અર્થ શ્રાદ્ધદિનકૃત્યમાં આ પ્રમાણે કર્યો છે– દિવસ દરમિયાન થયેલા અતિચારને-અપરાધને"
- ધર્મસંગ્રહમાં કહે છે કે, દિવસ સંબંધી સંભવિત અતિચારોની. અહીં અતિચાર' શબ્દ અધ્યાહાર છે. પછી ધર્મસંગ્રહકર્તા અહીં એક પાઠભેદનો અને પાઠભેદથી થતાં અર્થભેદનો ઉલ્લેખ કરે છે.
(૧) ખામેઉ (અથવા પાઠભેદે) (૨) ખામેમિ.
– જો “ખામેઉ" પાઠભેદ સ્વીકારીએ તો તેનો અર્થ ખમાવવાને માટે (તત્પર થયો છું) એ પ્રમાણે થશે. જો આ અર્થ સ્વીકારીએ તો આવી ઇચ્છા કે તત્પરતા પ્રગટ કરીને પછી મૌનપણે ગુરુના આદેશની-આજ્ઞાની રાહ જુએ. (આજ્ઞા મળ્યા પછી ક્ષમાપના વિધિ આગળ કહે).
– જો ખામેમિ - પાઠ ભેદ સ્વીકારે તો - તેનો અર્થ ત્યાં કહ્યો છે - હું હમણાં ક્ષમા-પ્રાર્થના કરું છું.
– “ફેવલિ' શબ્દનો અર્થ દિવસ સંબંધી, દિવસ દરમ્યાનના એ પ્રમાણે થાય છે. સામાન્ય રીતે ફેવસિયં શબ્દ સૂર્યોદયથી સૂર્યાસ્તની કાલમર્યાદાનો સૂચક છે. જો કે ક્રિયામાં પ્રયોગ થાય ત્યારે તો મધ્યાહ્નથી મધ્યરાત્રિ પર્યન્ત “દેવસિ" બોલાય છે અને મધ્યરાત્રિ પછીથી મધ્યાહ્ન પર્યન્ત આ સૂત્ર ક્રિયા વખતે બોલાય તો “ફ” શબ્દ બોલાય છે. (ટૂંકમાં ફેવસિ' શબ્દને બદલે–)
- જો રાત્રિ દરમિયાન થયેલ અપરાધોની ક્ષમા માંગવાની હોય અથવા ક્રિયામાં આ સૂત્ર બોલો તો “શરૂ’ શબ્દ બોલાય.