________________
૨૭૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સૂત્ર-૩૬૦ અભુટિઓ સૂત્ર
ગુરખામણા-સૂત્ર
• સૂત્ર-વિષય :
આ સૂત્ર થકી-ગુરુમહારાજ પરત્વે આપણાથી જે-જે અપરાધો થયા હોય તેને જાહેર કરીને ગુરુ મહારાજની ક્ષમાપના કરવામાં આવે છે - તેમજ તે-તે અપરાધોની માફી માંગવામાં આવે છે.
સૂત્ર-મૂળ :ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુઠિઓમિ અભિંતર દેવસિ પામેલું. ઇચ્છે, ખામેમિ દેવસિએ.
જંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભક્ત, પાણે, વિણએ, વેઆવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણ, અંતર ભાસાએ, ઉવરિભાસાએ.
જે કિંચિ મજુઝ વિણય-પરિપીણું સુહમે વા બાયર વા તુમ્ભ જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
1 સૂત્ર-અર્થ :(શિષ્ય કહે) હે ભગવંત ! (આપ) ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો.
દિવસ દરમિયાન થયેલા અપરાધોની ક્ષમા માંગવાને-ખમાવવાનો હું ઉપસ્થિત થયો છું-તત્પર થયો છું.
(ગુરુ કહે - “ખામેડ” ખમાવો) (શિષ્ય કહે) “ઇચ્છે” હું પણ તેમ ઇચ્છું . દિવસ દરમિયાન (થયેલા મારા અપરાધોને) હું નમાવું છું.
આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉચા આસને બેસવાથી,સરખા આસને બેસવાથી, વચ્ચે બોલવાથી, ગુરુની ઉપરવટ જઈને બોલવાથી અર્થાત્ ગુરુ વચન ઉપર ટીપ્પણી કરવાથી જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય.
તથા મારા વડે સૂક્ષ્મ કે સ્થૂળ (થોડું કે વધારે) જે કંઈ વિનયરહિત વર્તન થયું હોય (તેમજ)
– તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય. તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ અર્થાત્ હું મારી ભૂલોની માફી